પસંદગીના નંબરમાં મોંઘવારી ન નડે:વલસાડમાં વાહનનો 0001 નંબર લેવા માટે 6.21 લાખ અને 0009 માટે 5.38 લાખ ચૂકવાયા

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ RTO કચેરી દ્વારા કારની નવી સિરીઝની ઓનલાઇન હરાજી હાથ ધરવામાં આવી હતી

વલસાડ RTO કચેરી દ્વારા નવી કારની સિરીઝ શરૂ કરવામાં આવી હતી. જેમાં વલસાડથી GJ-15-CNની નવી સિરીઝ જાહેર કરવામાં હતી. જેની આજરોજ ઓનલાઇન હરાજી યોજાઈ હતી. વલસાડ જિલ્લાના 102 અરજદારોએ લાભ લીધો હતો. જેમાં સૌથી વધુ અરજદારોએ રસ દાખવ્યો હતો. 0001 નંબર માટે 6.21 લાખ સુધી ઓનલાઇન હરાજીમાં બોલી બોલાઈ હતી. જ્યારે 0009 નંબર માટે 5.38 લાખ સુધી હરાજી માં ભાવ બોલાવ્યો હતો અને વાહન ચાલકે પોતાની પસંદગીનો નંબર પોતાના નામે કર્યો હતો.

વલસાડ R.T.O માં કાર ના નંબર લેવા માટે આજે નવી સિરીઝ શરૂ થઈ હતી. જેમાં 1 નંબર અને 9 નંબરની લાખો રૂપિયામાં હરાજી થઈ હતી. આ અંગે વલસાડ R.T.O કચેરી માંથી મળતી વિગત વાર માહિતી મુજબ, કાર માટે આજે JG. 15. CN. ની સિરીઝની હરાજી શરૂ થઈ હતી. જેના માટે 102 લોકોએ આ હરાજીમાં 102 અરજદારોએ ઓનલાઇન ભાગ લીધો હતો. જેમાં 0001 નંબર લેવા માટે રૂપિયા 6.21 લાખમાં હરાજી થઈ હતી. જ્યારે 0009 નંબર લેવા મટે રૂપિયા 5.38 લાખમાં હરાજી થઈ હતી.

કારના નંબર માટે આટલી મોટી રકમની બોલી લાગતા આશ્ચર્ય ચકિત થયા હતા. માત્ર કારનો નંબર લેવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચવા માટે તૈયાર છે. જેનાથી વલસાડ R.T.O કચેરીને પણ લાખો રૂપિયાનો ફાયદો થયો છે. અત્યાર સુધીમાં ઘણી વખત કારના નંબર લેવા માટે હરાજી થઈ છે. પરંતુ આજે R.T.O કચેરીમાં થયેલી કારના નંબરની હરાજીમાં લાખો રૂપિયાની બોલી બોલતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...