ગમખ્વાર અકસ્માત:દમણથી સુરત પરત ફરી રહેલા 6 યુવકોને અકસ્માત નડ્યો, ટ્રકની પાછળ કાર અથડાતા સાત પલટી ખાઈ ગઈ

વલસાડએક મહિનો પહેલા
  • અકસ્માતમાં બે યુવકોની ગંભીર હાલત ઘાયલ યુવકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

દમણમાં ફરવા ગયેલા સુરતના 6 યુવકોને પરત ફરતી વખતે વલસાડના ડુંગરી બ્રીજ પાસે અકસ્માત નડતા 2 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલ યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડુંગરી બ્રીજ પાસે ટ્રકની પાછળ કારની ટક્કર થતા સાત પલટી ખાઈ ગઈ હતી.

સુરતની સેલોન કંપનીમાં ફરજ બજાવતા 4 કર્મચારીઓ 2 મિત્રોની સાથે દમણ ફરવા આવ્યા હતા. દમણમાં મજા કરી સુરત ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ડુંગરી બ્રીજ ઉતરતા આગળ ચાલતા ટ્રકનો ઓવરટેક કરવા જતાં ટ્રકનું પાછળની સાઈડ કારને લાગતા કારના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર 7થી વધુ પલ્ટી મારી ગઈ હતી. કારમાં સવાર 6 જેટલા સુરતના યુવકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ડુંગરી પોલોસની ટીમને થતા ડુંગરી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે. કારમાં સવાર 6 ઇજાગ્રસ્તો પૈકી 3ની હાલત ગંભીર સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે

સુરતની સેલોન કંપનીમાં ફરજ ફરજ બજાવતા કર્મચારીઓ અને તેના 2 મિત્રો મળી કુલ 6 યુવકો વિનીત, વિશાલ, દેવ, ઉત્તમ, વિજય અને દિપક કાર ન. HR-50-H-7788 લઈને દમણ ફરવા અને મઝા કરવા આવ્યા હતા. દમણમાં ફરીને મઝા કરીને સુરત પરત ફરી રહ્યા હતા. જે દરમ્યાન ડુંગરી બ્રિજ ઉતરતા આગળ ચાલતી એક ટ્રકનો ઓવરટેક કરવા જતાં ટ્રકની કારને કટ લાગતા કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. અને NH-48 ઉપર 7થી વધુ પલ્ટી ખવડાવી દીધી હતી. અકસ્માત થયો હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓ થતા તાત્કાલિક ઘટના સ્થળે ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ડુંગરી પોલીસ અને 108ની ટીમને કરતા ડુંગરી પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

એક ઇકો કાર ચાલકે માનવતા દાખવીને એક ઇજાગ્રસ્તને પોતાની કારમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. ચીખલી અને ડુંગરી 108ની ટીમે તાત્કાલિક ઇજાગ્રસ્ત દર્દીઓને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. જ્યાં 3 યુવકોની હાલત ગંભીર છે.

અન્ય સમાચારો પણ છે...