તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળાબજાર:વલસાડ જિલ્લાના ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેંચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ,, દમણ લઈ જવાઈ રહેલા 6 ટન ઘઉં કબજે કરાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આગળની તપાસ માટે પુરવઠા વિભાગને જાણ કરી

મોટાપોઢાથી દમણની એક ફેક્ટરીમાં ટેમ્પામાં ઘઉંનો જથ્થો લઇ જતા પોલીસે ચાલકને ઝડપી પડતા ભારે ચકચાર મચી જવા પામી છે. અને ટેમ્પામાંથી 6 ટન સરકારી ઘઉંનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. ટેમ્પાના ચાલકે પોલીસ સમક્ષ કબૂલ્યું છે. જેમાં પારડી પોલીસ મથકે આરોપી માગીલાલ ભીમરાજ શાહની પૂછપરછ કરી 102 મુજબ અટક કરી તાપસ હાથ ધરી છે. ત્યારે આ ગરીબો ના હક્ક નું અનાજ ની કાળા બજારી કરતા ઈસમ ને આજે પોલીસે રંગેહાથ ઝડપી પાડયો છે.

પારડી તાલુકાના કલસર પોલીસ ચેક નાકા પર આજરોજ સવારે મોટાપોઢાથી દમણ ની એક ફેક્ટરીમાં ટેમ્પામાં ઘઉં નો જથ્થો લઇ જતા પોલીસ ને શંકા જતા ચાલકની પૂછપરછ કરતા આ ઘઉંનો જથ્થો અંગે યોગ્ય જવાબ ન આપતા પોલીસે ચાલાકની અટક કરી હતી ટેમ્પો નંબર GJ-15-XX-6515માં ઘઉંનો જથ્થો અંદાજિત 6 ટન જેટલો ભર્યો હોવાનું ચાલકે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પારડી પોલીસે હાલ આરોપી માંગીલાલ ભીમરાજ શાહ રહે મોટાપોઢા ઝંડાચોક તા. કપરાડા ને 102 મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ટેમ્પા ચાલકે કબુલ્યું હતું કે છેલ્લા 6 મહિના થી મોટાપોઢાથી દમણ આંટા ફેરા મારતો હતો ત્યારે પોલીસે આ બાબતે ઊંડાણમાં જઈ આ ઘઉંનો જથ્થો ક્યાંથી લઇ આવ્યો અને કોને ભરાવ્યો તે બાબતે યોગ્ય તાપસ કરવામાં આવશે ત્યારે સમગ્ર ઘઉંના હેરાફેરી રેકેટ ના પ્રકરણ માં ભેદ ખુલવાની શક્યતા દેખાઈ રહી છે હાલ તો પોલીસે પાક્કું બિલ તેમ જ પારડી મામલતદાર કચેરી પુરવઠા ને આ અંગે તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...