મહત્વનો ચુકાદો:નરોલીમાં કંપની સંચાલકના પુત્રનાં અપહરણ કેસમાં 6ને આજીવન કેદ

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2017ના બનેલા બનાવમાં કોર્ટનો મહત્વનો ચુકાદો

દાનહના નરોલી ગામે એક કંપની સંચાલકના પુત્રનું અપહરણ કરી પૈસાની માંગણી કરવાના કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓને કોર્ટે ઉમરકેદની સજા સંભળાવી છે.વાપી નિવાસી પ્રમોદકુમાર મુરલીધર સરાફ અને બાબાના માલિકની ફરિયાદના આધારે સેલવાસ પોલીસે વર્ષ 2017માં આઇપીસી યુ/એસ 394,364-એ,328,341,342,506,34મુજબ ગુનો દાખલ કર્યો હતો. જેમાં બૈજનાથ કંપની જે દાનહના નરોલીમાં આવેલી છે જેમાં ત્રણથી ચાર અજાણ્યા વ્યક્તિઓએ 23જાન્યુઆરી 2017ના રોજ આરોપી વ્યક્તિઓએ નરોલી કુંભારવાડીમાં ઇનોવા કાર નંબર ડીએન-09-કે-0402ને અટકાવી અને કંપની સંચાલકના દીકરા ભરત પ્રમોદકુમાર સરાફ ઉ.વ.26નું અપહરણ કરી રૂપિયાની માંગણી કરી હતી.

આ કેસની તપાસ પીએસઆઇ ડાયસને સોપવામાં આવી હતી.તપાસ દરમ્યાન એક ટીમ બનાવી અને સેલવાસ નાસિક અને રાજસ્થાનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અપહરણકર્તાઓએ પીડિતને સેલવાસનાં બાવીસા ફળિયાની એક એક રૂમમા બંધક બનાવી ગોંધી રાખ્યો હતો.આ દરમ્યાન ભરત અપહરણકર્તાને ચકમો આપી ભાગી ગયો હતો. ત્યાર બાદ આરોપીઓમાં વાલિદ ઉર્ફે મુન્ના ઉર્ફે જીજુ અહમદ મંજુર ઉ.વ.48 રહેવાસી બાવીસાફળિયા,સિરાજ મુજીબુલ્લાહ ખાન ઉ.વ.28રહેવાસી બાવીસા ફળિયા,રોહિત ઉર્ફે આકાશ વિમલ દુબે ઉ.વ.22 રહેવાસી બાવીસા ફળિયા મુળ રહેવાસી યુપી,મુકેશ કમલેશકુમાર શુક્લા ઉ.વ.22 રહેવાસી રાજસ્થાન,પ્રકાશ ઉર્ફે પારુ સુખરામ પ્રજાપતિ ઉ.વ.27 રહેવાસી પાલી રાજસ્થાન,તેજેન્દ્ર ઉર્ફે તેજુ શિવપ્રસાદ શર્મા ઉ.વ.28રહેવાસી પાલી રાજસ્થાન, ગોડવિન સ્ટીવન રેમેડીઝ ઉ.વ.38 રહેવાસી પાર્ક સીટી સેલવાસની ધરપકડ કરવામાં આવી હતી.આ કેસ દરમ્યાન 20 સાક્ષીઓની તપાસ અને ફોરેન્સીક સબૂતોના આધારે એડવોકેટ ગોરધન પુરોહિતની ધારદાર રજુઆત બાદ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ એસ.એસ.અડકરે આ તમામ આરોપીઓને ઉમરકેદની સજા સંભળાવી હતી. એક આરોપીનું કેસ ચાલુ હતો તે દરમ્યાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...