કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે કોરોનાના 6 દર્દી પોઝિટિવ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વલસાડમાં વૃદ્ધ દંપતિ પોઝિટિવ, 11 દર્દીની કોરોનાને માત

વલસાડ જિલ્લામાં થઇ રહેલા અનારાધાર વરસાદની ગંભીર પરિસ્થિતિ વચ્ચે કોરોનાના 6 દર્દી સામે આવ્યા હતા.જેમાં વલસાડમાં ખંડુજી ટેકરા પર રહેતું વૃધ્ધ દંપતી,પારડી તાલુકામાં 2,વાપીમાં 1 અને કપરાડા તાલુકામાં 1 મળી 2 કોરોનાના દર્દી જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હતા.આ સાથે 11 જેટલા દર્દી કોરોનાથી સાજા થઇ ગયા હતા.

વલસાડ શહેરમાં પોઝિટિવ દર્દીમાં ખંડુજી ટેકરા ખાતે રહેતા 76 વર્ષીય વૃધ્ધા અને 79 વર્ષીય વૃધ્ધ,પારડી ઉમરસાડીમાં 32 વર્ષીય યુવાન,પારડી આદર્શ સોસાયટીમાં 35 વર્ષીય મહિલા,વાપી નામધામાં 65 વર્ષીય મહિલા તથા કપરાડા દિક્ષલમાં 18 વર્ષીય યુવતી પોઝિટિવ આવ્યા હતા. વલસાડના માછીવાડમાં 36 વર્ષીય પુરૂષ,કાશ્મીરનગર રેલગ્રસ્ત વિસ્તારમાંથી 53 વર્ષના આધેડ,બંદરરોડ પર 65 વર્ષના વૃધ્ધ,શહેરના ઘાંચીવાડમાં 42 વર્ષની મહિલા,ધનભુરા રોડ પર રહેતા 65 વર્ષીય વૃધ્ધા અને વલસાડ સેગવા ગામમાં 35 વર્ષના મહિલા તથા ગુંદલાવમાં 42 વર્ષના મહિલા દર્દી પોઝિટિવ થયા હતા.

જ્યારે વાપી શહેરમાં 45 વર્ષના પુરૂષ,ચલા વિસ્તારના 29 વર્ષીય અને 31 વર્ષના 2 યુવાન તથા બલીઠામાં 51 વર્ષીય પુરૂષ દર્દી મળી 11 દર્દી સાજા થઇ ગયા હતા.હાલમાં જિલ્લામાં અક્ટિવ કેસની સંખ્યા 119 પર સ્થિર રહી છે. છેલ્લો થોડા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો છે. વલસાડ અને સંઘપ્રદેશમાં સિગલ ડિજીટમાં કોરોનાના કેસ આવી રહ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગે વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આરોગ્ય કેન્દર પર બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...