કોરોના બેકાબૂ:વલસાડમાં 6,ધરમપુરમાં 1 + સરકારી ચોપડે કોઇ મૃત્યુ નહિ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડમાં 6,ધરમપુરમાં 1 + સરકારી ચોપડે કોઇ મૃત્યુ નહિ

વલસાડ જિલ્લામાં કોરોનાથી થતાં મોતના આંકડા આરોગ્ય વિભાગ છુપાવી રહ્યું છે તેવી વાત બુધવારે જોવા મળી હતી.આરોગ્ય વિભાગના રેકર્ડમાં બુધવારે કોઇ મોતનો ઉલ્લેખ ન હતો,પરંતું સ્મશાને તપાસ પગલે 1 દર્દીની અગ્નિવિધિ થઇ હોવાનું જાણવા મળતાં ખાનગી હોસ્પિટલોમાં અનેક મોત થઇ રહ્યા હોવાની શંકા મજબૂત બની હતી.આ સાથે બુધવારે જિલ્લામાં કોરોનાના 7 કેસમાંથી માત્ર વલસાડ તાલુકામાં જ 6 કેસ નોંધાયા હતા. જ્યારે બુધવારે એકપણ મોત થયું ન હોવાનું દર્શાવાયું હતું.

કુલ કેસનો આંકડો 1114, મંગળવારે 8 દર્દી ડિસ્ચાર્જ
જિલ્લામાં કોવિડના કેસો જૂન,જૂલાઇ અને ઓગષ્ટમાં વધતા રહેતાં ગંભીર સ્થિતિ જોવા મળી હતી.આ સ્થિતિ હવે સપ્ટેમ્બરમાં પણ ઉભી થઇ રહી છે.જો કે ચાલૂ માસના બે સપ્તાહ દરમિયાન સિંગલ ડિજિટમાં કેસના આંકડા નોંધાઇ રહ્યા છે,જ્યારે જૂન,જૂલાઇ અને ઓગષ્ટમાં દૈનિક 13 થી 19 સુધીને કેસો જોવા મળતા હતા.બીજી તરફ ચાલૂ માસે કેસ સિંગલ ડિજિટમાં નોંધાય છે પરંતું મોતની સંખ્યા જે આરોગ્ય વિભાગ બતાવી રહ્યું છે તેનાથી વિપરિત પરિસ્થિતિ હોવાની શંકા ઉભી થઇ છે.છેલ્લા 3 દિવસથી મોત થયા ન હોવાનું દર્શાવાયુ હતું.બુધવારે પણ આરોગ્ય તંત્ર દ્વારા કોઇ મોત નોંધાયું ન હતું,પરંતું તપાસ કરતાં વલસાડ સ્મશાનગૃહમાં તપાસ કરતાં કોરોનાના 1 દર્દીની અંતિમવિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.જેના પગલે મોતની વાસ્તવિક સંખ્યા આરોગ્ય તંત્ર છુપાવી રહ્યું છે તેવી શંકા પ્રબળ બની હતી.ખાનગી હોસ્પિટલોમાં સારવાર દરમિયાન થતાં મૃત્યુની નોંધ લેવાતી નથી.તેનાથી મૃત્યુનું વાસ્તવિક ચિત્ર સામે આવતું નથી.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ નોંધાયા
તાલુકોગામઉમરપુ /સ્ત્રી
વલસાડરામનગર,અબ્રામા54પુરૂષ
વલસાડટીવી રિલે કેન્દ્ર58સ્ત્રી
વલસાડસનમુખ રેસિડન્સી63પુરૂષ
વલસાડવલસાડપારડી,મંદિરની બાજૂમાં38પુરૂષ
વલસાડવલસાડપારડી,મંદિરની બાજૂમાં34સ્ત્રી
વલસાડછીપવાડ,હરિઓમ45પુરૂષ
ધરમપુરનિગળ ફળિયા,લહેરી42પુરૂષ

દાનહમાં વધુ 9 પોઝિટિવ,દમણમાં 8 કેસ
દાનહમાં કોરોના પોઝિટિવના નવા 09 કેસ નોંધાતા આંકડો 1342 પર પહોંચ્યો છે. જેમાંથી 141 કેસ સક્રિય છે અને 1198 કેસો રીકવર થઇ ગયા છે.અને એકનું મોત થયેલું છે. 9 કેસમાં 7 ઈનફ્લુએન્ઝાના દર્દીઓ છે. 2 કેસ રેન્ડમ સ્ક્રીનિંગ દરમ્યાન મળી આવેલા છે.આજે 17 દર્દી રિકવર થતા રજા આપવામાં આવી છે.તો સામે નવા 6 કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે. જે સાથે પ્રદેશમાં કુલ 166કન્ટાઈમેન્ટ ઝોન થયા છે.જેમાં સેલવાસ પાલિકા વિસ્તારમાં સૈથી વધુ 87ઝોન છે. દમણ જિલ્લામાં મંગળવારે કોરોના પોઝિટિવના વધુ 8 કેસ નોંધાયા હતા. જ્યારે 10 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. અત્યાર સુધીમાં 1089 દર્દીઓ રિકવર થતાં હાલમાં એક્ટિવ કેસની માત્ર 47 રહી છે.

અન્ય સમાચારો પણ છે...