ખેલીઓ ઝડપાયા:વાપીના નામધાના ડકલા વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 6 ઝડપાયા, 47 હજારથી વધુનો મુદ્દા માલ કબ્જે

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ જવાનોને મળેલી બાતમીના આધારે નામધા ખલકલા વિસ્તારમાં રાજુભાઈની ચાલી પાસેથી 6 જેટલા શકુનીઓને તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. 6 આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને 3 મોબાઈલ મળી કુલ 47,890નો મુદ્દામાલ કબ્જે કરી વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ આજરોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. જે દરમિયાન તેઓ દેસાઈવાડ પાસે પહોંચતા તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે નામધા ખલકલા રોડ રાજુભાઈની ચાલની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોય પોલીસે બાતમીના આધારે રેડ કરતા વાપી ટાઉન પોલીસે 6 ઈસમોને ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું કરી જુગાર રમી રહ્યા હતા. પોલીસે તીન પત્તીનો જુગાર રમતા 6 ઈસમને ઝડપી પાડ્યા હતા જેમાં દાવ ઉપર મુકેલા રોકડા રૂપિયા 2,530 તથા અંગ ઝળતિમાંથી રોકડા રૂપિયા 30,360 અને 3 મોબાઈલ ફોન જેની કિંમત રૂ.15 હજાર મળી કુલ 47,890નો મુદામાલ વાપી ટાઉન પોલીસે કબજે કર્યો હતો. તીન પત્તીનો જુગાર રમતા વિનોદભાઈ રાજવંશી મોરીયા, પવન પૂનિલાલ જયસ્વાલ, અમરનાથ દ્વારકા જયસ્વાલ, હરીન્દ્ર સૂર્યનારાયણ યાદવ, દીનાનાથ કનૈયા યાદવ અને જયચંદ વીચંડી જયસ્વાલની ધરપકડ કરી હતી. જુગાર ધારા મુજબ વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...