12 સાયન્સનું પરિણામ:વલસાડ જિલ્લામાં ધો -12 સાયન્સનું 58.24% પરિણામ જાહેર થયું, માત્ર એક જ વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 38 વિદ્યાર્થીઓ A-2માં, 157 વિદ્યાર્થીઓ B-1 અને 337 વિદ્યાર્થીઓ B-2ગ્રેડ મેળવ્યો
  • કોરોના પૂર્વે ખાનગી શાળાનું પરિણામ 80થી 90 ટકા આવતું હતું
  • ઓનલાઇન શિક્ષણથી નામાંકિત શાળાનો નબળો દેખાવ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા માર્ચ-2022માં લેવામાં આવેલી ધો.12 સાયન્સની પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામમાં વલસાડ જિલ્લાનું પરિણામ 58.24 ટકા આવ્યું હતું.જિલ્લાના 5 કેન્દ્રમાં લેવાયેલી આ પરીક્ષામાં સૌથી વધુ વલસાડ કેન્દ્રનું 61.13 ટકા અને સૌથી ઓછું ડુંગરી કેન્દ્રનું 52.78 ટકા પરિણામ જાહેર થયું હતું. ખાસ કરીને 2021-22ના વર્ષમાં કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણની આ પરિણામ ઉપર અસર પડી છે.

બીજી તરફ જિલ્લાની કેટલીક નામાંકિત શાળાઓના પરિણામ પર આ વખતે નીચાં રહ્યા છે. દર વખતે વાપી-વલસાડની નામાંકિત સ્કૂલોના વિદ્યાર્થીઓ ટોપરમાં આવતાં હોય છે. પરંતુ આ વખતે પારડીની સ્કૂલની એક વિદ્યાર્થિની એ- 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઓનલાઇન શિક્ષણના કારણે જિલ્લાની મોટી સ્કૂલોના પરિણામ નીચા ગયા છે. જિલ્લાની ખાનગી શાળાઓમાં કોરોના પૂર્વે 70થી 80 ટકા પરિણામ આવતું હતું. જોકે આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં 15થી 20 ટકાનો ઘટાડો થયો છે. શાળા સંચાલકોના મત મુજબ આ વર્ષે વિદ્યાર્થીઓ મહત્તમ અભ્યાસ ઓનલાઈન કર્યો હોવાથી પરિણામમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

A-1 ગ્રેડ મેળવનાર તિશા પટેલ
A-1 ગ્રેડ મેળવનાર તિશા પટેલ

વલસાડ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતા જિલ્લા 3997 વિદ્યાર્થીઓ પૈકી 1 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 38 વિદ્યાર્થીઓ A2માં, 157 વિદ્યાર્થીઓ B1 અને 337 વિદ્યાર્થીઓ B2ગ્રેડ મેળવ્યો હતો.

658 વિદ્યાર્થીઓ C1માં અને 480 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે 294 વિધાર્થીઓ D ગ્રેડમાં અને 3 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા. આમ વલસાડ જિલ્લાનું 58.24% પરિણામ જાહેર થયું હતું. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોરોના મહામારી બાદ પ્રથમ વખત ઓફલાઈન લેવાયેલી પરીક્ષા લેવાઈ હતી.

તિશા પટેલ જિલ્લામાં A-1 ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થિની
તિશા પટેલ સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા વાપીની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. માતા હાઉસ વાઈફ છે. HSCમાં સારા માર્ક્સ મેળવવા માટે ધો.11થી મહેનત કરી હતી. ગત વર્ષે શાળાઓ બંધ હતી. ઓનલાઈન કલાસ ચાલી રહ્યા હતા ત્યારે ઓનલાઇન અભ્યાસ સાથે લખવાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. તિશાએ કહ્યું હતું કે, મારે બીફાર્મ થવા માટે જરૂરી અભ્યાસ ક્રમમાં ધ્યાન આપવાનો ચોક્કસ સમય મળ્યો હતો. તે ચોક્કસ સમયનો સદઉપયોગ આજે સાર્થક બન્યો છે. વલસાડ જિલ્લામાં એક માત્ર A-1માં સ્થાન મેળવવામાં સફળતા મળી છે.

જિલ્લા- સંઘપ્રદેશમાં કેન્દ્રવાર પરિણામ

કેન્દ્રનોંધાયેલાબેઠેલાપાસનાપાસટકાવારી
વલસાડ97197059337861.13
ડુંગરી41341321819552.78
વાપી1241123472851359
પારડી57857633324557.81
ધરમપુર80980445635356.72
સેલવાસ36936726310671.66
દમણ41541323518056.9
સૌથી વધુ 61.13 ટકા વલસાડ કેન્દ્રનું પરિણામ,સૌથી ઓછું ડુંગરી કેન્દ્રનું 52.78 ટકા

જિલ્લાનું પરિણામ​​​​​​​

  • 4102 નોંધાયેલા પરીક્ષાર્થી
  • 3997 બેઠેલા પરીક્ષાર્થી
  • 2313 પાસ ઉમેદવારો
  • ​​​​​​​1684 અનુત્તીર્ણ
  • EQC- 2328 જિલ્લામાં પ્રમાણપત્ર મેળવવા પાત્ર

એક વિદ્યાર્થિની A-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થઇ છે
વલસાડ જિલ્લામાં ધો.12 સાયન્સની પરીક્ષામાં માર્ચ-2020માં પાંચ કેન્દ્રોમાં 4012 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા હતા,જેમાંથી 3997 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જે પૈકી 1684 વિદ્યાર્થી પરીક્ષામાં ફેલ થયા હતા.જ્યારે 2313 વિદ્યાર્થી ધો.12 સાયન્સની પરીક્ષામાં સફળ થયા હતા.જો કે આ વખતે જિલ્લામાં A-ગ્રેડની કેટેગરીમાં માત્ર 1 વિદ્યાર્થી જ સફળ થયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં વલસાડ-વાપીના વિદ્યાર્થીઓની સંખ્યા A-1માં ઘટી છે.

વલસાડની શેઠ આરજેજે શાળાનું પરિણામ
વલસાડમાં શેઠ આરજજે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના 50માંથી 49 વિદ્યાર્થી ઉત્તીર્ણ થતા 98 ટકા પરિણામ આવ્યું હતું.જેમાં એ-2માં 3 વિદ્યાર્થી જય દિપકભાઇ કાપડિયા 86.2 ટકા,અનેિકેત સુરેશભાઇ ટંડેલ 86.0 ટકા અને રાહુલ કેતન પુરોહિત 80.2 ટકા સાથે ઉત્તીર્ણ થયા હતા.

વલસાડ કોન્વેન્ટ શાળાનું પરિણામ
વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કુલનું પરિણામ 76.03 ટકા રહ્યું હતુ.121 વિદ્યાર્થીમાંથી 92 પાસ થયા હતા.શાળામાં એ-2 ગ્રેડમાં 3 વિદ્યાર્થી વૈભવ હેમચંદ્ર ટેલર 84.57 ટકા,નિલ યોગેશચંદ્ર ટંડેલ 84.31 ટકા અને સોનેજી મહમદરઝા મહમદઅફઝલ નાનાઇવાડ,83.54 ટકા સાથે ઉત્તીર્ણ થયા હતા.

ડુંગરી સાર્વજનિક શાળાનુ પરિણામ
ડુંગરીની સાર્વજનિક શાળાનું 47.62 ટકા રિઝલ્ટ આવ્યું હતું.બી-1માં ક્રિષા વિનોદભાઇ પટેલ 76.62,બી-2માં હર્ષ‌વી જયેશકુમાર પટેલ 72.31,ડેનિસ રમેશભાઇ પટેલ બી-2,71.85,હેની ભરતભાઇ પટેલ,બી-2,71.23 ટકા,હેરિન રામચંદ્ર ટંડેલ,બી-2,68.31 ટકા

​​​​​​​છેલ્લા 3 વર્ષમાં માત્ર 3 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં
​​​​​​​
ભુતકાળમાં ધો.12 સાયન્સનું પરિણામ 70 ટકા આવતુ હતુ, પરંતુ થોડા વર્ષોથી પરિણામ સતત નીચું જઇ રહ્યું છે. 2020માં માત્ર બે વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં આવ્યા હતાં. ચાલુ વર્ષે એક જ વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં આવી શક્યો છે. 3 વર્ષમાં માત્ર 3 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં આવ્યાં છે.

શાળામાં અભ્યાસ કરવાનો સમય ઓછો મળ્યો
​​​​​​​
કોરોના કાળના કારણે ઓનલાઇન શિક્ષણ અપાતું હતું.જેથી વિદ્યાર્થીઓને સાયન્સ જેવા મહત્વના સ્ટ્રીમમાં જે ઓફ લાઇન શિક્ષણનો લાભ મળતો હતો તેવો મળી શક્યો ન હતો.પરીક્ષાના દોઢ માસ પહેલા શાળાઓમાં ઓફ લાઇન શિક્ષણ શરૂ કરાયું હતું,જેના કારણે વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી,પરંતુ જિલ્લામાં 58.24 ટકા જેટલું પરિણામ આવી શક્યું હતું.

મોટી શાળાના પરિણામો પણ સંતોષજનક ન રહ્યા2021માં માસ પ્રમોશન અને કોરોના કાળ,ઓનલાઇન શિક્ષણ જેવા પરિબળોના કારણે ઘણી નામાંકિત શાળામાં એક પણ વિદ્યાર્થી A-1 ગ્રેડમાં આવી શક્યો ન હતો.જિલ્લાની મોટી શાળાઓમાં આ વખતે A-2 ગ્રેડમાં પણ માત્ર 38 વિદ્યાર્થીઓ જ આવી શક્યા છે.

2020ની તુલનાએ 2.54 પરિણામમાં વધારો
જિલ્લામાં 2020માં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સરેરાશ 55.70 ટકા પરિણામ આવ્યું હતું. જયારે 2021માં કોરોનાના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ વર્ષે 58.24 ટકા પરિણામ આવ્યું છે. વર્ષ 2020ની સરખામણીએ 2.54 ટકા પરિણામમાં વધારો થયો છે.

કોરોના અને ઓનલાઇન શિક્ષણથી અસર પડી હોવાનું કહી શકાય
​​​​​​​
આ વર્ષે જિલ્લામાં ધો.12 સાયન્સની પરીક્ષાના પરિણામમાં થોડી ઘટ જોવા મળી છે. બે વર્ષથી કોરોનાનો સમય હતો,ગત વર્ષે માસ પ્રમોશન મળ્યું હતું.2021માં કોરોનાના કારણે ઓનલાઇન શિક્ષણ શરૂ થયું હતું અને બોર્ડની પરીક્ષાના દોઢ માસ પહેલાં જ ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થયો હતો.લગભગ વર્ષ દરમિયાનનો સમયગાળો ઓનલાઇન શિક્ષણ રહ્યું હતું.જેના કારણે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓના પરિણામને અસર પહોંચી હોવાનું માની શકાય તેમ છે.- અશ્વિનભાઇ રાવલ,પ્રિન્સિપાલ,આવાબાઇ,વલસાડ

અન્ય સમાચારો પણ છે...