તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગ્સ ઝડપાયું:વલસાડમાં ચેકિંગ દરમિયાન કારમાંથી 58 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું, પોલીસે જામનગરના ત્રણ શખ્સને પકડ્યા

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા આરોપીઓ

વલસાડ ડુંગરી પોલીસની ટીમ વાઘલધરા ચેકપોસ્ટ ઉપર મંગળવારે મોડી રાત્રે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં એક કારમાંથી 58 ગ્રામ MD ડ્રગ્સ સાથે જામનગરના 3 ઇસમોને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ ડુંગરી પોલીસની ટીમ મંગળવારે રાત્રે વાઘલધરા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી. જે દરમ્યાન મુંબઈ તરફથી આવતી એક કાર ન. GJ-06-DQ-8479 ઉપર પોલીસ જવાનોને શંકા જતા કારને અટકાવી ચેક કરતા કારમાંથી 58 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે જામનગર 3 ઇસમોની અટકાયત કરી હતી. ડુંગરી પોલીસની ટીમે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.

કુલ 58 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિંમત 5,83,600 અને કાર કિંમત 2 લાખ અને કુલ 7.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ આરોપીની અટકાયત કરી વધુ તપાસ SOGની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

પકડાયેલા આરોપીઓ

1.)રિઝવાન ડોચકી રહે. ખાજા ગેટ જામનગર

2.)મજીદ મકરાણી રહે. જામનગર

3.)શાહજહાં બલોચ રહે જામનગર

શાહજહાં બલોચ રહે જામનગર
શાહજહાં બલોચ રહે જામનગર
મજીદ મકરાણી
મજીદ મકરાણી

વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલા અને ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ યુવાનોને ડ્રગ્સની લતે ચઢાવી નશાની ગર્તામાં ધકેલતા ગુનેગારોને તાજેતરમાં જ કાર્યવાહી હાથ ધરવા અને આવા તત્વોને ઝડપી પાડવા માટે વલસાડ પોલીસને સૂચના આપી હતી.દરમિયાન વલસાડના ડુંગરી પોલીસ મથકના પીએસઆઇ જે.એસ.રાજપુત અને સ્ટાફના શાલીગ્રામ પ્રવિણ શ્યામરાવ,નિતેન્દ્ર ઠાકોરભાઇ,યાજ્ઞિક મુકેશભાઇ, શ્રવણ વેરસી, પુરણ પરભુ સાથેની ટીમે વલસાડના ડુંગરી પાસે વાઘલધરા હાઇવે ચેક પોસ્ટ ઉપર મુંબઇથી અમદાવાદ તરફ આવતા જતા વાહનો પર સાંજે વોચ રાખી ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ રહી હતી તે અરસામાં એક કાળા કલરની કાર પસાર થતી માલુમ પડતાં તેને રોકવામાં આવી હતી.

આ કારમાં 3 ઇસમો બેઠલા હતા,જેમની પોલીસે પુછપરછ હાથ ધરતાં એક ઇસમે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.જેને પકડી પાડી ઝડતી લેવાતાં તેના પેન્ટના ખિસામાંથી કોથળીમાં 58.38 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.આ ત્રણે ઇસમોની ધરપકડ કરી ડુંગરી પીએસઆઇ જે.એસ.રાજપૂતે પોલીસ મથકે લઇ આવી નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

નશામાં ચૂર: ડ્રગ્સના બંધાણી એક આરોપીની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવો પડ્યો
મુંબઇ મીરારોડના ઉસ્માને ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો

વલસાડ વાઘલધરા ચેકપોસ્ટ પરથી પકડાયેલો એમડી ડ્રગ્સનો જથ્થો લઇ જનાર 3 ઇસમો મૂળ જામનગરના હોવાનું બહાર આવ્યું હતું.તેઓ મુંબઇથી એમડી ડ્રગ્સ લઇને જામનગર લઇ જતાં હતા તેવું બહાર આવ્યું હતું. આ ડ્રગ્સ જામનગરના બે ઇસમોએ મંગાવ્યો હતો.

જામનગરના 3 ઇસમો પકડાયા
{મજીદ ઇસ્માઇલ દરજીદા (મકરાણી) ઉ.65, રહે.ખારવા ચકલો, ખોજાવાડ, ખોજાનાકા પાછળ, જામનગર {રિજવાન અયુબ દોચકી, ઉ.32, રહે. ખોજા ગેટ, ખોજા ચકલો, નુરફળી, જામનગર {શાહજહા યુનુસભાઇ બલોચ, ઉ.27,રહે.ખોજાનાકા બહાર, મકરાણી કબ્રસ્તાન પાસે, કિશાન ચોક, જામનગરને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી.

એક આરોપીની પારડીમાં ચોરીના ગુનામાં સંડોવણી
વલસાડ હાઇવેથી એમડી ડ્રગ્સ જેના ખિસામાંથી મળી આવ્યુ તે આરોપી રિજવાન અગાઉ પારડી પોલીસ મથકને ચોપડે ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું.બાકીના બીજા બે આરોપીઓની પણ પૂછપરછ ચાલુ છે. પોલીસે કાર સાથે એમ.ડી.ડ્રગ્સ પકડ્યા બાદ આરોપી રિઝવાન ડોચકી ઉ.વ.32 રહે.ખોજા ગેટ જામનગર ની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મળેલી માહિતી મુજબ રિઝવાન ડ્રગ્સનો બંધાણી હોય સમયસર નશો ન મળતા તેની તબિયત લથડી ગઇ હતી.

એક માસ અગાઉ ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું
ગૃહમંત્રાલય અતર્ગત આવતા અમદાવાદ ઝોનલના NCBના યુનિટે ત્રીજી ઓગસ્ટે 2021ના રોજ વલસાડના ડુંગરી સ્થિત ક્લેન્ડેસ્ટાઇન સાઇક્રોથ્રોપિક ડ્રગ્સ મેન્યુફેકચરિંગના બંધ યુનિટમાં મેફેડ્રિંન ડ્રગ્સ (એમડી)ને બનાવીને વેચાણનું રેકેટ ઝડપી પાડ્યું હતું. એનસીબીના 12થી વધુ અધિકારીની ટીમ સાથે પહોંચી હતી. ડુંગરીમાં એમડી ડ્રગ્સ બનાવીને ગુજરાત સહિત અન્ય રાજ્યમાં વેચાણ કરતા હતા. ડ્રગ્સ બનાવવામાં મુખ્ય સૂત્રધાર પ્રકાશ પટેલ અને ડ્રગ્સનું વેચાણ અને માર્કેટિંગ કરનાર સોનું રામનિવાસની ધરપકડ કરી હતી. એનસીબીએ 4.5 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો તથા રોકડા રૂપિયા 85 લાખ કબજે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...