વલસાડ પોલીસ સતર્ક:વિધાનસભાની ચૂંટણીને લઇ પોલીસ એક્શન મોડમાં, છેલ્લા 8 દિવસમાં 53.67 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચૂંટણી જાહેર થતાની સાથે વલસાડ જિલ્લા પોલીસે 29 જેટલા આંતર રાજ્યને જોડતા મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે. 3જી નવેમ્બરથી 13 નવેમ્બર સુધીમાં વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ કુલ 17 જેટલા કેસો પૈકી 2 હાઉસ રેડ અને 15 અલગ અલગ વાહનોમાં લઈ જવાતો કુલ 37,819 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસે કુલ 53.67 લાખનો દારૂનો જથ્થો ઝડપી દારૂના જથ્થા સાથે કુલ 24 આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે 21 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે વલસાડ જિલ્લા પોલીસે આગળ અલગ વિસ્તારોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પેટ્રોલિંગ વધાર્યું હતું. વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોને મળેલી બાતમીઓના આધારે તેમાં અંતર રાજ્યમાં બનાવેલી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણથી ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં ઠલવાતો દારૂનો જથ્થો ઝડપી પાડવા એલર્ટ બની હતી. વલસાડ જિલ્લા પોલીસની ટીમે 2 અલગ અલગ વિસ્તારોમાં બાતમીના આધારે હાઉસ રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે વલસાડ જિલ્લા પોલીસની ટીમોને મળેલી બાતમીના આધારે 15 વાહનોની વોચ ગોઠવી હતી. 15 વાહનોમાંથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસે એક અઠવાડિયામાં કુલ 17 કેસમાં કુલ 37,819 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 53.67 લાખનો દારૂનો જથ્થો મળ્યો હતો. દારૂના જથ્થા સાથે કુલ 24 આરોપીઓને ઝડપી પાડયા હતા. અને દારૂના કેસમાં કુલ 21 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...