ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ:વલસાડમાં 8મી સપ્ટેમ્બર સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 535 ખેલાડીઓએ ભાગ લીધો

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (VDTTA)ના પ્રમુખ ડૉ. જીગર પટેલ અને સેક્રેટરી ભાવિન દેસાઈની દેખરેખ હેઠળ યોજાઈ રહી છે

વલસાડ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 4થી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું તા. 5મી થી તા. 8મી સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના 535 ટેબલ ટેનિસ ખેલાડીઓ ભાગ લેશે. ટુર્નામેન્ટમાં ગત વર્ષના ગુજરાતના નંબર-1 ઇશાન હિંગોરાની પુરૂષ વિભાગમાં પુનરાગમન કરશે. તેમજ સુરતનો બીજો ક્રમાંકિત શ્લોક બજાજ પણ ભાગ લેશે, જેણે રાજ્યની 3જી રેન્કિંગમાં ત્રણેય કેટેગરીમાં જીત હાંસલ કરી ટ્રિપલ તાજ મેળવ્યો હતો. મહિલા વિભાગમાં સુરતની ટોચની ક્રમાંકિત બે પેડલર્સ - ફ્રેનાઝ ચિપિયા અને ફિલઝાહ કાદરી પણ સ્પર્ધામાં ભાગ લેશે.

આ સ્પર્ધામાં તમામની નજર અમદાવાદની 13 વર્ષીય પ્રથા પવાર પર રહેશે કે જે રાજ્યમાં ગર્લ્સની અંડર - 15, 17 અને 19 કેટેગરીમાં ટોપ સીડ ધરાવે છે. પ્રથાએ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મીટમાં 14 ઓગસ્ટે જોર્ડનના અમ્માનમાં આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ (WTT) યુથ સ્પર્ધાની ગર્લ્સ U-15 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ખેલાડીઓના રાજ્યકક્ષાના રેન્કિંગ
ટોચના બે સીડિંગ: પુરૂષ: ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ), શ્લોક બજાજ (સુરત). મહિલા: ફ્રેનાઝ ચિપિયા (સુરત), ફિલઝાહ કાદરી (સુરત). જુનિયર (U-19) છોકરાઓ: શ્લોક બજાજ (સુરત), બુરહાનુદ્દીન માલુભાઈ (સુરત). જુનિયર ગર્લ્સ: પ્રથા પવાર (અમદાવાદ), અર્ની પરમાર (સુરત). જુનિયર (U-17) છોકરાઓ: શ્લોક બજાજ (સુરત), આયુષ તન્ના (સુરત). જુનિયર (અંડર-17) ગર્લ્સ: પ્રથા પવાર (અમદાવાદ), નિધિ પ્રજાપતિ (અમદાવાદ). સબ-જુનિયર (U-15) છોકરાઓ: આયુષ તન્ના (સુરત), હિમાંશ દહિયા (અમદાવાદ). સબ-જુનિયર (U-15) ગર્લ્સ: પ્રથા પવાર (અમદાવાદ), રિયા જયસ્વાલ (ભાવનગર). કેડેટ (U-13) છોકરાઓ: સમર્થ શેખાવત (સુરત), માલવ પંચાલ (અમદાવાદ). કેડેટ (U-13) ગર્લ્સ: મૌબિની ચેટર્જી (અમદાવાદ), જિયા ત્રિવેદી (અમદાવાદ).

હોપ્સ (અંડર-11) છોકરાઓ: હૃદય પટેલ (સુરત), તક્ષ શાહ (અમદાવાદ). હોપ્સ (U-11) ગર્લ્સ: ખ્વાહિશ લોટિયા (અમદાવાદ), દાનિયા ગોડીલ (સુરત). આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના ખજાનચી અમિત ચોક્સી, વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (VDTTA)ના પ્રમુખ ડૉ. જીગર પટેલ અને સેક્રેટરી ભાવિન દેસાઈની દેખરેખ હેઠળ યોજાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...