તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્સલ બોક્સની આડમાં દારૂની હેરાફેરી:વલસાડ સુગર ફેક્ટરી પાસેથી સુરત તરફ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, 5304 બોટલ મળી આવી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દમણ ખુલતા જ બુટલેગર અજમાવી રહ્યા છે અવનવી તરકીબો

વલસાડના પારનેરા હાઇવે ઉપર સુરત તરફના માર્ગ ઉપરથી રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે ટેમ્પોમાં પાર્સલના બોક્સની આડમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા 5.83 લાખનો દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે.

વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઇવે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક ટેમ્પો ન.GJ-15-Z- 3959 સુરત તરફ બોક્સની આડમાં દારૂ ભરી ટેમ્પો સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડના પારનેરા સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસેથી સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળો ટેમ્પો નંબર GJ-15-Z-3959 આવતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો ટેમ્પામાં તપાસ કરતા ખાખી કલરના પાર્સલના બોક્સની આડમાં 5304 બોટલ દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો. જે ઝડપી પાડ્યો હતો.

રૂરલ પોલીસની ટીમે રૂ. 5.83 લાખનો દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક બીલીમોરામાં બાગીયા ફરીયામા રહેતો દિનેશ ભગવાનભાઈ પટેલની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે ટેમ્પામાં માલ ભરાવનાર અને માલ મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી દારૂ અને ટેમ્પો મળી કુલ રૂ.10.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...