તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલાસડ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 25 કેસ સામે 52 દર્દી સ્વસ્થ થયા

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સારવાર દરમિયાન 2 દર્દીના મોત

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત છે. જિલ્લામાં આજે નવા 25 કેસ નોંધાયા છે. તો 52 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આજે કોવિડ-19ના નવા 25 પોઝીટીવ કેસો નોંધાયા છે અને બે વ્‍યક્‍તિઓના મરણ થયાં છે. જ્‍યારે જિલ્લામાં આજની તારીખે કુલ 396 કેસો એક્‍ટિવ રહેવા પામ્‍યા છે. આજે નવા નોંધાયેલા કેસોમાં વલસાડ તાલુકાના 22, ઉમરગામમાં 02 અને ધરમપુરમાં 01 કેસોનો સમાવેશ થાય છે. જ્‍યારે પારડી, વાપી અને કપરાડા તાલુકામાં એકપણ કેસ નોંધાયો નથી.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 1,28,404 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,22,646 સેમ્‍પલ નેગેટીવ અને 5758 સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે.

વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15,647ને પ્રથમ ડોઝ અને 12,475ને બીજો ડોઝ, બીજા તબક્કામાં 22,217ને પ્રથમ ડોઝ અને 12,508ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 60 વર્ષની ઉપરના 95,674 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 49,811 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 45 થી 59 વર્ષની વય જૂથના 1,39,365 વ્‍યક્‍તિઓને પ્રથમ અને 52,601 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...