રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે વલસાડ જિલ્લાના 5,146 વિદ્યાર્થીઓએ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા આપી હતી. પરીક્ષા કેન્દ્રો ઉપર કોવિડ ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે પરીક્ષા લેવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા આજે ગુજકેટની પરીક્ષા વલસાડ જિલ્લાના 23 પરીક્ષા બિલ્ડીંગો ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના કુલ-5,375 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં એ (ગણિત)-ગ્રૂપના 2321 પૈકી 2,227 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 94 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. બી (જીવ વિજ્ઞાન) ગ્રૂપના 3,096 નોંધાયેલા પરિક્ષાર્થીઓ પૈકી 2,946 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે 250 પરિક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે એબી (ગણિત-જીવ વિજ્ઞાન મિશ્ર) ગ્રૂપના 5,375 પરીક્ષાર્થીઓ પૈકી 5,1,46 પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જ્યારે 229 પરિક્ષાર્થીઓ ગેરહજાર નોંધાયા હતા.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભય મુક્ત વાતાવરણમાં તમામ પરિક્ષાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં ગુજકેટની યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિનો એકપણ કેસ નોંધાયો નથી. તેમ જિલ્લા શિક્ષણાધિકારી K F વસાવાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.