તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જથ્થો ખુટતા બુમરાણ:વલસાડ જિલ્લામાં 50 ટકા વેક્સિન મળી, રસી ખૂટતાં વારંવાર લોકોએ વિલા મોંઢે પરત ફરવાની નોબત

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7408 વેક્સિનેશન બાદ જથ્થો પૂરો થતાં રસીકરણ કેન્દ્રો બંધ થયા, વિદેશ જનારા 213ને વેક્સિન અપાઇ

વલસાડ જિલ્લામાં સોમવારે આરોગ્ય વિભાગે 74 રસી કન્દ્રો ઉપર શરૂ કરેલા વોક ઇન વેક્સિનેશન ડ્રાઇવમાં 7408 વ્યક્તિને રસી આપવામાં આવી હતી,પરંતુ બાકી રહી ગયેલા લોકો રસીકેન્દ્રો પર લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ રસીનો જથ્થો પુરો થઇ જવાના પગલે કંટાળી ગયા હતા.વારંવારની જફા ઉઠવતા લોકોમાં રોષ યથાવત જોવા મળ્યો હતો.જેઓ રહી ગયા હતા તેમને બીજા દિવસે આવવા માટે જણાવી દેવાયું હતું.

સ્પોટ વેક્સિનેશન સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિદેશ જનારા અને અભ્યાસ અર્થે જતાં 213 વ્યક્તિઓને જિલ્લા પંચાયતના સ્વ.રાજીવગાંધી હોલમાં રસી મૂકવામાં આવી હતી. 21 જૂનથી સમગ્ર રાજ્યમાં સ્પોટ વેક્સિનેશનની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી.વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ ઝુંબેશ હેઠળ રસીકરણ શરૂ કર્યું હતું,પરંતુ 21 જૂન બાદ વેક્સિનના જથ્થામાં ઘટ મળતાં 40 થી 50 ટકા રસીકરણ ઓછું થઇ રહ્યું છે.

સોમવારે પણ વોક ઇન વેક્સિનેશન હેઠળ જિલ્લાના 74 રસીકેન્દ્રો ઉપર કુલ 7408 વ્યક્તિઓને રસી મૂકવામાં આવી હતી.જો કે રસી કેન્દ્રો ઉપર વેક્સિનનો જથ્થો પૂરો થઇ જતાં બાકીના લોકોનો રોષ યથાવત રહ્યો હતો.વેક્સિન ન મળતાં કામધંધો છોડી વારંવાર આંટા મારવાની જફાથી લોકો કંટાળી ગયા હતા.હાલમાં દરરોજ જિલ્લા આરોગ્ય વિભાગને વેક્સિનનો 50 ટકા જથ્થો જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.જેના કારણે જે વહેલા તે પહેલા ધોરણે આવીને લાઇનમાં આવી ગયા હોય તેમને જ તક મળે છે.જથ્થો પૂરો થઇ જતાં બાકીનાઓને બીજા દિવસે આવવા કહેવામાં આવે છે.

ઉમરગામ ટાઉન વેક્સિન કેન્દ્ર પર સોમવારે સવારથી જ લોકો ઉમટી પડ્યા હતાં. જેને લઇ અવ્યવસ્થા ઉભી થઇ હતી. લોકોની લાંબી લાઇનના કારણે સામાજીક અંતર જળવાયું ન હતું.

ક્યાં કેટલા વ્યક્તિનું વેક્સિનેશન થયું
તાલુકોવેક્સિનેશન
વલસાડ3142
વાપી987
પારડી870
ધરમપુર391
કપરાડા357
ઉમરગામ1448

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...