કોરોના અપડેટ:7 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 50 %નો ઘટાડો

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 42 કોરોના પોઝિટિવ, 90 દર્દીને રજા, બેના મોત થયા

વલસાડ જિલ્લામાં ગુરૂવારે 42 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા,જેમાં 27 પુરૂષ અને 15 સ્ત્રી સંક્રમિત થયા હતા.આ સાથે 2 દર્દીના મોત નિપજ્યા હતા.જો કે જિલ્લામાં 90 જેટલા દર્દીઓ સારવાર બાદ સાજા થતાં પરિવારજનો પાસે પહોંચ્યા હતા.આ સાથે છેલ્લા સાત દિવસમાં ક્રમશ: એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 511 થઇ હતી.

વલસાડ જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં 20 મેના રોજ સુધીમાં એક્ટિવ કેસોની સંખ્યા 934 જેટલી હતી.જેમા છેલ્લા 7 દિવસમાં સરેરાશ 50 ટકા ઘટાડો નોંધાયો છે.27 મે ગુરૂવારે 90 દર્દી વધુ સાજા થતાં કુલ એક્ટિવ સંખ્યા ઘટીને 511 સુઘી નીચે ઉતરી હતી.જેને લઇ લોકોમાં રાહત ફેલાઇ હતી.

વલસાડ જિલ્લામાં ગુરૂવારે કોરોના પોઝિટિવના કેસ 42 જેટલા નોંધાયા હતા.જેમાં વલસાડ તાલુકામાં 26,પારડીમાં 04,વાપી 8,ઉમરગામ 14 કેસ સામે આવ્યા હતા.જ્યારે ધરમપુર અને કપરાડા તાલુકામાં કોઇ કેસ નોંધાયો ન હતો.જેના પગલે આ ગ્રામ્ય વિસ્તારના લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.બીજી તરફ મૃત્યુના બે કેસ નોંધાયા હતા.આ સાથે જિલ્લામા સંક્રમણ રોકવા ગાઇડલાઇનના ચૂસ્ત અમલ માટે કલેકટર આર.આર.રાવલ,ડીડીઓ અર્પિત સાગરની સૂચના અને રસીકરણ કાર્યક્રમ મુજબ આરોગ્ય વિભાગે વેક્સિનેશનની પ્રક્રિયા તેજ કરી દીધી છે.

હાલે 45 પ્લસને રસી મૂકવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે સુદઢ આયોજન કર્યું છે.તબક્કાવાર રસીકરણનો કાર્યક્રમ આગળ ધપાવી સંક્રમણનો ફેલાવો થતો રોકવા આરોગ્ય તંત્રના અધિકારીઓ,મેડિકલ સ્ટાફ સતત કાર્યશીલ રહ્યા છે.

તંત્ર દ્વારા જિલ્લામાં 95 સ્થળે વેક્સિનેશન
જિલ્લાના 6 તાલુકામાં શુક્રવારે પીએચસી, સીએચસી સહિત નક્કી કરાયેલા અન્ય 95 સ્થળો ઉપર 45 પ્લસના વ્યક્તિઓ માટે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ તાલુકામાં 29 સ્થળ, પારડી તાલુકામાં 6 સ્થળે, વાપી તાલુકામાં 19 સ્થળે, ઉમરગામ તાલુકામાં 35 સ્થળો, ધરમપુર તા.માં 5 જગ્યાએ તથા કપરાડા તાલુકામાં 1 મળી કુલ 95 સ્થળો ઉપર રસીકરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...