સમસ્યા:વલસાડમાં નહેરના રોટેશન ક્લોઝરથી પાણી પર 50 % કાપ

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવું રોટેશન શરૂ ન થાય ત્યાં સુધી શહેરીજનોને પરેશાની ભોગવવી પડશે

શહેરમાં અબ્રામા સ્થિત ડેમમાં કાકરાપાળ નહેરના પાણીનું રોટેશન આપવામાં આવે છે,જેના દ્વારા અબ્રામા વોટર વર્કસ ખાતેથી પીવાના પાણીનું વિતરણ વલસાડમાં કરવામાં આવતું હોય છે.વલસાડ પાલિકાના વોટર વર્કસથી 8 કિમીની રાઇઝિંગ લાઇન દ્વારા શહેરની પાણીની ટાંકીઓમાં પાણી્નો પુરવઠો પહોંચાડી શહેરીજનોને દૈનિક 2 કરોડ લીટરથી વધુ પાણીનો પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

પરંતું વલસાડને પાણી માટે નહેર ખાતા ઉપર નિર્ભર રહેવું પડે છે.ચાલૂ વર્ષે જાન્યુઆરીથી નહેર ખાતાના રોટેશન વચ્ચે ક્લોઝર પણ આવતુ હોવાથી પાણીની તકલીફનો શહેરીજનોએ સામનો કરવો પડશે.રોટેશન ક્લોઝર શરૂ થઇ ગયો હોવાથી વલસાડ નગરપાલિકાએ શહેરમાં પાણી પર 50 ટકા કાપ મૂક્યો છે એટલે કે દરરોજ બે ટાઇમ પાણીની જગ્યાએ હવે 1 ટાઇમ પાણી વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રોટેશન 5 ફેબ્રુ.એ શરૂ થવાની શક્યતા
નહેર ખાતાના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ જાન્યુઆરી 2023નું રોટેશન ક્લોઝર કરવામાં આવ્યું છે.જેના કારણે પાલિકાના ડેમમાં જે પાણી અગાઉના રોટેશનમાં આપવામાં આવ્યું છે અને તે પાણી ડેમમાં સંગ્રહિત થયેલું છે તે પુરવઠામાંથી શહેરમાં પાણી પુરવઠો વિતરણ કરી શકાશે. 5 ફેબ્રુઆરી સુધીમાં નવું રોટેશન ચાલુ થશે

​​​​​​​પાલિકાએ જાણ નહિ કરાઇ
વલસાડ પાલિકાએ હાલમાં નહેર ખાતાના જાન્યુઆરીના રોટેશન ક્લોઝરના કારણે શહેરમાં 1 ટાઇમ જ પાણી આપવાની જાહેરાત કરી છે.જેમાં વપરાશકારોને કરકસરથી પા્ણીનો ઉપયોગ કરવા જણાવ્યું છે.આ સાથે 1 ટાઇમ પાણી સપ્લાય દરમિયાન પાણીનો ટાંકી વિગેરેમાં સંગ્રહ કરવા પણ અનુરોધ કર્યો છે.જો કે આ જાહેરાતમાં નહેરખાતા તરફથી ક્યાં સુધી કરકસર કરવી પડશે તે જણાવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...