વલસાડ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર પાસે એક અજાણ્યા ટેમ્પો ચાલકે 5 વર્ષની એક માસુમ બાળકીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ટેમ્પાનું પૈડું બાળકીની છાતી પરથી ફરી વળતા બાળકી એ જીવ ગુમાવ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલિમા ફેલાઈ ગઈ હતી અને ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ટેમ્પો લઇને ફરાર થઈ ગયો હતો. આ કરુણ ઘટનામાં બાળકીના પિતાએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વલસાડના અબ્રામા પોલીસ હેડ ક્વાર્ટર રોડ ઉપર આવેલા સુધા નગર રજવાડી કોમ્પલેક્ષ પાસે આજે બપોરના સુમારે એક 5 વર્ષની માસુમ બાળકી મન્નતફાતમા સમીઉલ્લા ચોધરી નામની બાળકી તેની માતા સાથે કોઈક કામ અર્થે જઈ રહી હતી. તે દરમિયાન એક ટેમ્પો નબર GJ.15. AT. 9575 નો ચાલક અબ્દુલ મુબારક શેખે ટેમ્પો પૂરપાટ ઝડપે હંકારી લાવી માસુમ બાળકી મન્નત ફતમાંને અડફેટે લીધી હતી. આ અકસ્માતમા માસુમ બાળકીના છાતીના ભાગે ટેમ્પાનું ટાયર ફરી વળતાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર ફરજ ઉપરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
આ બનાવમા ટેમ્પો ઓવરર્લોડ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ મથકે બાળકીના પિતાએ ટેમ્પો ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વલસાડ સીટી પોલીસે ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા વેપારીઓ અને સાથિક લોકોના નિવેદન નોંધી ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.