ચોરી:વલસાડના પારડીમાં મોડી રાત્રે 5 તસ્કરો દુકાનમાં ત્રાટકયા, ગલ્લામાં મૂકેલા રોકડા રૂપિયા ઉપર હાથ સાફ કર્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પારડી પોલીસે CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ સારણ માર્ગ પર આવેલા ઘંટેશ્વર મહાદેવ મંદિરના સામે મધ્ય રાત્રિના કાપડ, બેકરી, અને રેસિડન્સીની દુકાનમાં 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનના ગલ્લામાંથી રૂપિયા ચોરી કરતા CCTV કેમેરામાં તસ્કરો કેદ થયા હતા. ચોરીની ઘટના રાત્રીના દોઢથી બે વાગ્યાના સુમારે ચોરીનો અંજામ આપી ભાગી છૂટ્યા હતા.

પારડી તાલુકાના ઉદવાડા ઓરવાડ સારણ માર્ગ પર આવેલ ઘંટેશ્વર મહાદેવ મંદિર પાસે મધ્યરાત્રિના કાપડ, બેકરી,અને રેસિડન્સીના દુકાનમાં 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો દિલધક દુકાનના સટર તોડી પ્રવેશ્યા હતા અને ગલ્લા માંથી રૂપિયા ચોરી કરતા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા ઘટનામાં સન સાઈન રેસિડન્સી ના લોકોએ જોતા ચોર ચોર કરીને બૂમો પડતાં ચોરોએ સીસીટીવી કેમેરા તોડફોડ કરી રેસીડેન્સીના ડીવીઆર લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. તેમજ દુકાન સામે ઘંટેશ્વર મહાદેવ મંદિરના વિકલાંગ પૂજારી દિનેશભાઈ જોશીનું બાઈકનું તસ્કરો તોડફોડ કરી હતી.

સમગ્ર ઘટનામાં એક જ રાત્રીના તસ્કરોએ ત્રણ દુકાનોમાં તાળા તૂટવામાં મિલન બેકરીના સંચાલક આશિષ શાહ, કે વી કપડાની દુકાનના સંચાલક ભાવેશભાઈ અને સન સાઈન રેસીડેન્સીના ઓફિસના ત્રણે દુકાનો અને તાળા તૂટ્યા હતા.

જે અંગે પારડી પોલીસને જાણ કરતાં પોલીસે પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમરાના આધારે ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે. ચોરીમાં રૂપિયા 12 હજાર અને કાપડની શોપમાં 2,000 ની અંદાજે ચોરી થયા હોવાનું જણાવ્યું હતું.

નિર્દોષ વિકલાંગ પૂજારીની બાઈકને તસ્કરોએ ગેટની બહાર લઈ જઈ તોડફોડ કરવા પાછળ હાલ અનેક પ્રશ્નો ઉઠ્યા છે. તેમજ ચોરી કરવા આવેલા એક બે તસ્કરો ઓળખાતા હોય છે, જેની દુકાનદારો અને સ્થાનિક લોકોમાં ચર્ચા ઉઠવા પામી હતી. તેમજ પોલીસ સામે રાત્રી પેટ્રોલિંગ બાબતે સવાલ ઉઠાવ્યા હતા. ચોરી અંગે પોલીસ ઘટના સ્થળે આવી પોહચી હતી અને સીસીટીવી કેમેરાના આધારે તસ્કરો સુધી પહોચવાના પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...