વલસાડ શહેરમાં આવેલી 5 જેટલી શાળાએ ફાયર વિભાગની NOC ન મેળવેલી હોવાથી તેમજ શાળાઓમાં ફાયર સેફટીના કામો બાકી હોવાથી નગર પાલિકાની ટીમે લાલ આંખ કરીને શહેરની 5 જેટલી સ્કૂલોના નગર પાલિકાના પાણીના કનેશન કાપી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નગર પાલિકાએ તમામ સ્કૂલને બાકી રહેલા કામોની પૂરતી માટે વારંવાર સૂચના આપી હોવા છત્તા શાળાઓ ફાયર સેફટીની NOC મેળવેલી ન હોવાથી બુધવારે નગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વલસાડ શહેરમાં આવેલી શાળાઓમાં ફાયર સેફટીની NOC મેળવેલી ન હોય તેવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા નગર પાલિકાને મળેલી સુચનાના મળી હતી. જેના અધરે પાલિકાના COએ આપેલી સુચનાના આધારે નગર પાલિકાના એંક્રોચમેન્ટ વિભાગને સૂચના આપી હતી. જે સુચનાના આધારે નગર પાલિકાની ટીમે શહેરમાં આવેલી 5 જેટલી શાળાઓને ફાયર સેફટીની NOC ન લેવા બદલ પાણીની લાઈન કાપી નાખવામાં આવી હતી.
નગર પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને શાળાઓમાં ફાયર સેફટીની NOC મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નગર પાલિકાએ ધરમપુર રોડ ઉપર આવેલી સેન્ટ જોસફ કોલવેન્ટ સ્કૂલ, ગૌરવ પથ ઉપર આવેલી બાઈ આવા બાઈ સ્કૂલ, રાખોડીયા તળાવ પાસે આવેલી પ્રજ્ઞા પ્રબોધ સ્કૂલ, કસ્તુરબા હોસ્પિટલ સામે આવેલી સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા સંચાલિત મણિબા સ્કૂલ તથા GVD સ્કૂલમાં ફાયર NOC ન મળતા પાલિકાની ટીમે નળ કનેશન કાપવામાં આવ્યા હતા. વલસાડ શહેરમાં પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરતા ફાયરની NOC વગરના તમામ યુનિટ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ શાળાઓના નળ જોડાણો દૂર કરાયા
પ્રાદેશિક કમિશનર કચેરીનું ફાયર NOC માટે સખત વલણ છતાં લોકો ઉદાસિન
બિલ્ડિંગો,મિલકતોમાં ફાયર એનઓસીના મામલે પ્રાદેશિક કમિશનરે સખત વલણ અપનાવ્યું છે. 180 મિલકતધારકો અને કબજેદારોને નોટિસો જારી કરી હતી.જેમાંથી હજી 60 ટકાથી વધુ મિલકતોના કબજેદારો,માલિકો દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી નથી.આ મુદ્દો પ્રાદેશિક કચેરી સમક્ષ પહોંચતા કમિશ્નરે સખત કાર્યવાહીનો આદેશ કર્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.