કોરોના સંક્રમણ:વલસાડમાં 20 વર્ષીય યુવક મહિલા સહિત 5 પોઝિટિવ

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વલસાડની 73 વર્ષીય વૃધ્ધાનું મોત,16 દર્દી સાજા થયા

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ તળિયે જતાં કેસોમાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.સોમવારે પણ માત્ર 6 કેસ નોંધાયા હતા.જેમાં વલસાડમાં 5 અને વાપીમાં 1 કેસ સામે આવ્યો હતો.જો કે વલસાડના અબ્રામાની એક 73 વર્ષીય વૃધ્ધાનું મોત થયું હતું.આ સાથે 16 દર્દી સાજા થઇ ગયા હતા.

વલસાડ જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં ચાલૂ સપ્તાહે સિંગલ ડિજિટમાં ઘટાડો થવાનો સિલસિલો શરૂ થઇ જતાં રાહત મળી હતી.સોમવારે પણ માત્ર 6 પોઝિટિવ કેસ મળ્યા હતા.જેમાં વલસાડ શહેરમાં હાલરની 29 વર્ષીય મહિલા અને કૈલાસરોડના એક 20 વર્ષીય યુવક સહિત 5 કેસ નોંધાયા હતા.જ્યારે વાપીના ગુલાબનગરમાં 25 વર્ષીય યુવાન પોઝિટિવ આવ્યો હતો.આ સાથે મૃત્યુનો એક કેસ નોંધાયો હતો,જેમાં વલસાડના અબ્રામાની 73 વર્ષીય વૃધ્ધા કોરોનાથી સંક્રમિત થઇ હતી.

બીજી તરફ જિલ્લામાં કપરાડા નાના પોંઢાની 13 વર્ષીય બે તરૂણી સહિત કુલ 16 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.જેના પગલે એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 71 થઇ ગઇ હતી.આમ છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસો સતત ઘટીને તળિયે પહોંચી રહ્યા છે.આગામી દિવસોમાં સંક્રમણ ઓછું થવા અને કેસ શૂન્ય થવાની ધારણાં કરાઇ રહી છે.જો કે નાગરિકોએ ફરજિયાત માસ્ક,સો.ડિસ્ટેન્સ,સેનેટરાઇઝિંગનિયમોનું ચૂસ્તપાલન કરવા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.આમ વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. સ્કૂલ અને કોલેજો પણ શરૂ થઇ ચૂક્યા છે.

વાપી-પારડીમાં કોરોનાના કેસો ઘટયો
વાપી અને પારડીમાં સતત કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. વાપી તાલુકામાં એક કે બે સરેરાશ કેસ આવી રહ્યાં છે. જયારે પારડી તાલુકામાં બે દિવસે એક કેસ આવી રહ્યો છે. કોરોનાના કેસો ઘટી જતાં તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે. સ્કૂલો-કોલેજો પણ શરૂ થઇ ચુકયાં છે. ધીમે-ધીમે લોકોમાં કોરોનાના ડર પણ ઓછો થઇ રહ્યો છે. ત્રીજી લહેર પૂર્ણતા તરફ જઇ રહી હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...