તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતૃપ્ત ધરા પર મેઘાની હેતવર્ષા:ઉમરગામમાં 5 , વલસાડ 3.5, વાપી 3 ઇંચ વરસાદ

વલસાડ-વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાપી-સેલવાસ રોડ પર પાણીના ભરાવાથી ચાલકો અકળાયા - Divya Bhaskar
વાપી-સેલવાસ રોડ પર પાણીના ભરાવાથી ચાલકો અકળાયા
  • }22 કલાકમાં રાત્રિ અને દિવસ દરમિયાન વર્ષાની હેલી } વલસાડમાં જવેલપાર્ક સોસાયટીમાં પાણીનો ભરાવો, પાલિકા સામે રોષ

જિલ્લામાં 17 જૂને વિધિવત ચોમાસું બેસી જતાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી મેઘરાજાની ધૂંઆધાર આગમનને લઇ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી માર્ગો,નાળા અને ખાડીઓ ઉભરાઇ હતી.મેઘરાજાનો પ્રથમ તબક્કે જ ઉમરગામ અને વલસાડ તાલુકામાં આક્રમક મિજાજ જોવા મળ્યો છે. ગુરૂવારે રાત્રિ દરમિયાન પણ વરસાદ ચાલૂ રહ્યો હતો. ગુરૂવારે સાંજે 6થી શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધીના 22 કલાકમાં ઉમરગામમાં 5 ઇંચ વરસાદ ઝિંકાયો હતો. જ્યારે વલસાડમાં 3.5, પારડી 4 ઇંચ અને વાપીમાં 3 ઇંચ વર્ષા થઇ હતી.

ચાલૂ વર્ષે મેઘરાજા 17 જૂને ધમાકેદાર એન્ટ્રી સાથે પધારતાં વલસાડ સહિત અન્ય નગરો, ગામડાઓમાં જળબંબાકાર થઇ ગયા હતા. ગુરૂવારે મોડી સાંજથી શુક્રવારે દિવસ દરમિયાન પણ ચોમાસું વાતાવરણ જામ્યું હતું. બેઠો અને જાડો વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી. માર્ગો પર પાણી પાણીના દશ્યો સર્જાયા હતા.

આ સાથે ખેડૂતોમાં પણ હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હવે ખેતીના કામે જોતરાવા ધરતીપૂત્રો સજ્જ થઇ રહ્યા છે. બે દિવસથી ધરતી ભીની થઇ જતાં ખેડૂતોમાં ચહલપહલ શરૂ થઇ ગઇ છે. વલસાડ શહેરમાં રેલવે અન્ડરપાસમાં પણ પાણીનો ભરાવો જારી રહેતા વાહનચાલકોને 2 દિવસથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉમરગામ, વલસાડ અને પારડીના ગામડાઓમાં ડાંગરની ખેતીની તૈયારી
હાલમાં ઉમરગામ,વલસાડ અને પારડી તાલુકાના ગામડાઓમાં વરસાદની હેલી જામી છે.ઉમરગામ તાલુકામાં 5 ઇંચ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી થઇ જતાં ખેતરોમાં પાણી ઉભરાયા છે.જ્યારે વલસાડ,પારડી અને પારડી તાલુકામાં પણ ખતરોની ક્યારીમાં કાદવ પડ્યાં છે.

વલસાડમાં સોસાયટીમાં પાણીનો ભરાવો
વલસાડમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થતાં હાલરમાં આવેલી જ્વેલ પાર્ક સોસાયટી અને સિરાજ બેકરી વિસ્તારમાં રહીશોના એરિયામાં વરસાદી પાણીનો ભરાવો થઇ ગયો હતો.આ વિસ્તારમાં એક બિલ્ડરની દિવાલના કારણે પાણીનો નિકાલ ન થતાં સોસાયટીમાં પાણી ભરાયા હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો.પાલિકામાં વારંવાર રજૂઆતો છતાં કોઇ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
મધુબન ડેમની સપાટી 68.50 મીટર
દાદરા નગર હવેલીમાં સવારથી જ વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસાનો પ્રારંભ થતા ખેડૂતોએ ખતરોને ખેડવાની અને વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે.સેલવાસમાં 62.8એમએમ વરસાદ પડયો હતો અને ખાનવેલ વિસ્તારમાં 38.4એમએમ વરસાદ પડયો હતો. સિઝનનો કુલ વરસાદ 6ઇંચથી વધુ નોંધાયો છે.મધુબન ડેમનું પાણીનું લેવલ 68.50 મીટર છે. ડેમમાં પાણીની આવક 405 ક્યુસેક અને જાવક 0ક્યુસેક છે.

નારગોલમાં આંગણવાડીની છત તૂટી

નારગોલ નવાતળાવ આંગણવાડીના મકાનનું છત તૂટી હતી. નારગોલ ગામે બે આંગણવાડી ક્ષતિગ્રસ્ત પામતા ક્ષતિગ્રસ્ત આંગણવાડીના સ્થળે નવી આંગણવાડી ફાળવવા ગામની મહિલા અગ્રણી તેમજ ઉપસરપંચ સ્વીટી ભંડારી એ તંત્રને રજૂઆત કરશે. સરપંચ કાંતિ કોટવાલે ક્ષતિગ્રસ્ત આંગણવાડીની મુલાકાત લીધી હતી. ગત વર્ષે આ આંગણવાડીના કાર્યકર બહેને જિલ્લામાં કક્ષાનો પ્રથમ મા જશોદા એવોર્ડ” પ્રાપ્ત કર્યો હતો. હવે આ આંગણવાડી ક્ષતિગ્રસ્ત થતા 30 થી વધુ બાળકોના અભ્યાસ ઉપર સીધી અસર થશે.

પ્રથમ વરસાદમાં જ વારોલી નદીનાં પુલનો એપ્રોચ ધોવાયો

સંજાણ- હુમરણને જોડતો વારોલી નદીનાં બંન્ને છેડે પુલને જોડતો એપ્રોચ ભાગમાં ભંગાણ પડતાં, ચાલું વરસાદમાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે તાકીદે રિપેરીંગ કરવાની કામગીરી શરૂ કરી હતી. પુલનાં બંન્ને છેડે એપ્રોચ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ હતી.

ક્યાં કેટલો વરસાદ
તાલુકોવરસાદMM
વલસાડ90
પારડી96
વાપી74
ઉમરગામ125
ધરમપુર52
કપરાડા29

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...