કોરોના સંક્રમણ:વલસાડમાં 1 દિવસમાં કોરોનાના 3 દર્દી સાથે સપ્તાહમાં 5 કેસ

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિવિલની 24 વર્ષીય ડોકટર- કોસંબાના 2 યુવાન સંક્રમિત

વલસાડ જિલ્લામાં અઢી મા્સથી કોરોનાનો એક પણ કેસ નહિ નોંધાતા રાહત અનુભવાઇ રહી હતી,પરંતું ફરીથી કોરોના માથું ઉંંચક્યું છે.વલસાડ તાલુકામાં શુક્રવારે વલસાડ સિવિલની 24 વર્ષીય ડોકટર અને કોસંબાના બે યુવાન સહિત એક જ દિવસમાં કોરોનાના 3 પોઝિટિવ દર્દી સામે આવતાં કોરોનાનો ડર ફેલાયો છે.ચાલૂ સપ્તાહ દરમિયાન સંક્રમણ શરૂ થઇ જતાં કુલ 5 કેસ નોંધાઇ ચૂક્યા છે.

જિલ્લામાં જાન્યુઆરીમાં કોરોનાનો એક દર્દી નોંધાયા બાદ12 માર્ચ રવિવારે વલસાના ધનોરી ગામે રહેતા એક 72 વર્ષીય વૃધ્ધના પોઝિટિવ કેસ સાથે કોરાનાએ એન્ટ્રી મારી હતી. ત્યારબાદ 15 માર્ચે ડુંગરીની 45 વર્ષીય મહિલા સંક્રમીત થઇ હતી. તો શુક્રવારે એક જ દિવસમાં એક યુવતી અને 2 યુવાન સહિત કોરોનાના 3 દર્દી વલસાડમાં નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું.આ ત્રણ દર્દીમાં એક મહિલા અને 2 પુરૂષનો સમાવેશ થયો હતો.

બે યુવાને શિપમાં જવા RTPCR ટેસ્ટ કરાવતા પોઝિટિવ ​​​​​​​
વલસાડ નજીક કોસંબા ગામના 35 અને 32 વર્ષીય યુવાન શિપિંગમાં જવાના હતા જેેને લઇ તેમણે વલસાડ સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યું હતું.જેમાં તે બંન્ને પોઝિટિવ નિકળ્યા હતા.શિપિંગ કંપનીમાં જવા પહેલા કોવિડ ટેસ્ટ કરાવવા જતાં યુવાનો કોવિડ સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...