ધરપકડ:વલસાડની એક હોટલમાં મહિલાને મારમારી અર્ધનગ્ન વિડીયો વાયરલ કરનારા 5 ઝડપાયા

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂમમાં પ્રૌઢ વ્યક્તિ સાથે મહિલા મળી આવતા પરિવારજનોએ પકડી કપડાં ફાડી વિડીયો ઉતાર્યો હતો

વલસાડ ધરમપુર જતાં રોડ ઉપર ગત માસે એક પ્રૌઢ પુરૂષ મહિલાને લઇને હોટલમાં મળતાં પરિવારજનોએ પહોંચી મહિલાને માર મારી અર્ધનગ્ન અવસ્થાનો વિડીયો વાયરલ કરવાની ઘટનામાં સાઇબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ વર્ક આઉટ કરી પ્રૌઢના કુંટુબના 5 આરોપી 5 સભ્ય વિરૂધ્ધની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકમાં જ ધરપકડ કરી હતી.આ તમામને પોલીસે ધરમપુર ખાતેથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

વલસાડ અને ધરમપુર વચ્ચે આવેલી એક હોટલમાં ગત માસે એક પ્રૌઢ અને નિવૃત્ત શખ્સે એક મહિલા સાથે રૂમમાં મળતા હતા ત્યારે આ અંગે પ્રૌઢ વ્યક્તિના પરિવારજનોને ખબર પડી ગઇ હતી.તે અરસામાં આ પરિવારના સભ્યોએ હોટલના રૂમમાં ધસી જઇ મહિલાને પકડીને માર મારી તેના કપડાં ફાડી નાંખી બહાર સુધી ઘસડી ગયા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ સાથે પરિવારના સભ્યએ આ સમગ્ર ઘટનાનો વીડિયો શુટિંગ ઉતારી લીધાં બાદ તેને વાયરલ કરી દેતાં જિલ્લામાં ભારે ચકચાર મચી ગઇ હતી.

આ વીડિયો વાયરલ કરી બદનામ કરવાના મામલે મહિલાએ પ્રૌઢ ઇસમના પરિવારના 5 સભ્ય કરશન બાવનભાઇ ગામતા,રાધાબેન કરશન ગામતા, સોનલબેન કરશન ગામતા,કમલેશ જગુભાઇ પટેલ, મયંક કમલેશ પટેલ, તમામ રહે.બરૂમાળ,પટેલ ફળિયું.તા.ધરમપુરનાઓ વિરૂધ્ધ 6 ઓક્ટોબર 2021ના રોજ વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેના આરોપીઓને ઝડપી પાડવા ડીજીપી ડો.એસ.પી.રાજકુમાર તથા એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ સૂચના જારી કરતાં ડીવાયએસપી મનોજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ પીઆઇ વી.એચ.જાડેજા, પીએસઆઇ જે.જી.મોડ, પોલીસ સ્ટાફ મિતેશ નરહરદાન, નિલેશ પંકજભાઇ, જીગર ચીમનલાલ, કેતનકુમાર, નિખિલ કાંતુભાઇ વિગેરેની અલગ અલગ ટીમે ટેક્નિકલ વર્કઆઉટ કરી ગણતરીના કલાકમાં જ પરિવારના 5 સભ્યની ધરપકડ કરી સફળતા મેળવી હતી.

પરવાનગી વિના વિડીયો ઉતારવો ગુનો બને છે
મહિલાની અર્ધનગ્ન અવસ્થામાં જે દશ્યો જાહેરમાં દશ્યમાન નહિ થઇ શકે તેમ છતાં વીડિયો શુટિંગ કરી પરિવારના સભ્ય મયંક કમલેશ પટેલે વાયરલ કર્યો હતો.કોઇની સમંતિ વિના તેના જે અંગો જાહેરમાં દશ્યમાન કરી શકાય નહિ તેવો દશ્યોનું વીડિયો શુટિંગ કરી તે પ્રકારના દશ્યો ઉતારી વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.કોઇ વ્યક્તિના એવા અંગો જે જાહેર ન થવા જોઇએ તેવા આ કૃ્ત્યમાં આઇપીસીની જોગવાઇ મુજબના ગુનામાં 3 વર્ષની સજાનો કાયદો છે.> ડો.રાજદિપસિંહ ઝાલા,એસપી

અન્ય સમાચારો પણ છે...