વલસાડ જિલ્લાના પારડી સ્થિત એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવિરત પણે કાર્ય કરી રહી છે જેમાં વિદ્યાર્થીઓના મેનેજમેન્ટ સ્કીલ ડેવલપ કરવામાં મદદરૂપ બનવા માટે વાર્ષિક ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કલ્ચરલ કાર્યક્રમોની સાથે ઈનામ વિતરણ રાખવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું ટેલેન્ટ જોઈને વાલીઓ અને શ્રોતાગણ મંત્રમુઘ બન્યા હતા.
આ સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે વાપી લુમેન્સ સ્કૂલ ના સ્થાપક ગૌતમી દેસાઈ અને રાહુલ દેસાઈ રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે પારડી એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ શ્રી હેમંત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટ્રસ્ટી ઓમાં ધર્મીન શાહ, દેવાંગ ભટ્ટ, મનીષ ભગત, જયપ્રકાશ દેસાઈ, દેવેન્દ્ર શાહ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કોલેજ દ્વારા એકેડેમી, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક એમ કુલ મળીને 150 થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ હરીફાઈઓ માટે એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીના માતા પિતાનું શાલ ઓઢાડી સન્માન કરવાની નવી પરમ્પરા આ વર્ષ થી શરૂ કરવામાં આવી હતી જેને સૌ કોઈએ તાળીઓથી વધાવી હતી. હેમંતભાઈ દ્વારા અવિરત પણે આગળ વધી રહેલ કોલેજના સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા ગૌતમી દેસાઈ દ્વારા વિવશ પ્રવૃતિમાં દીકરી ઓ ખૂબ આગળ વધી રહી છે તેને માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર આયોજન કોલેજ નાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વાર્ષિક રિપોર્ટ કોલેજ ના કેમ્પસ ડાયરેકટર દીપેશ શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને આભાર વિધિ કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. તપન સિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.