ભાસ્કર એક્સકલૂઝિવ:વલસાડ જિલ્લાના કપરાડા- ધરમપુરના અંતરિયાળ 62 ગામમાં 4G નેટવર્ક કનેક્ટિવિટીનો માર્ગ ખુલ્લો

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે અંત્યોદય વિઝન પ્રોજેક્ટને મંજૂરી આપી, ગામોને બીએસએનએલની 4G સેવાથી જોડાશે

કેન્દ્ર સરકાર દ્વારા 27 જૂલાઇ 2022 રોજ મળેલી કેબિનેટ બેઠકમાં સમગ્ર દેશમાં દૂરદૂરના ગામડાઓમાં 4G મોબાઇલ સેવાઓની પરિપૂર્ણતા માટેના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.જેમાં વલસાડ જિલ્લાના આદિવાસી અંતરિયાળ તાલુકા ધરમપુર અને કપરાડાના 62 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.સરકારના સમગ્ર પ્રોજેક્ટમાં ગુજરાતના 540 ગામને પણ આવરી લેવાયા છે.આમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગ્રામિણ લોકોને મોટો લાભ મળશે.

ડિજિટલ સમાવેશન અને કનેક્ટિવિટી એ બધા માટે સરકારના ‘અંત્યોદય’ વિઝનનો એક અભિન્ન હિસ્સો છે. 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં સરકારી યોજનાઓને પરિપૂર્ણ કરવાની હાકલ કરી હતી.આ પ્રોજેક્ટ BSNL દ્વારા આત્મનિર્ભર ભારતના 4G ટેક્નોલોજી સ્ટેકનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે અને તેને યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 26,316 કરોડમાં કેપેક્સ અને 5 વર્ષ ઓપેક્સનો સમાવેશ થાય છે.

ગત વર્ષે, સરકારે 5 રાજ્યોના 44 મહત્વાકાંક્ષી જિલ્લાઓના 7,287 ગામડાઓમાં 4G મોબાઇલ સેવાઓ પ્રદાન કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.હવે વધુ આગળ વધી દેશના અનવકવર્ડ રાજ્યોના જિલ્લાઓમાં આ સેવા આપવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી છેBSNL પહેલેથી જ આત્મનિર્ભર 4G ટેક્નોલોજી સ્ટેક મુકવાની પ્રક્રિયામાં છે, જે આ પ્રોજેક્ટમાં પણ મુકવામાં આવશે.આ પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવાના સરકારના વિઝનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે મનાઇ રહ્યું છે.

ગુજરાતના 26 જિલ્લાના કુલ 540 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે

ફોરજી સેવાથી વંચિત ગામોને લાભો થશે
આ પ્રોજેક્ટ મોબાઈલ બ્રોડબેન્ડ દ્વારા વિવિધ ઈ-ગવર્નન્સ સેવાઓ, બેંકિંગ સેવાઓ, ટેલી-મેડિસિન, ટેલી-એજ્યુકેશન વગેરેની ડિલિવરીને પ્રોત્સાહન આપશે અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરશે.આ સંબંધે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અનકવર્ડ 52 ગામને મોબાઇલ 4G સેવાઓ માટે સમાવાયા છે.

નેટવર્કના અભાવે લોકોને હાલાકી પડે છે
ધરમપુર અને કપરાડા તાલુકામાં હજુપણ અનેક ગામોમાં મોબાઇલ નેટવર્કનો મોટો પ્રશ્ન છે. ગ્રામજનોએ ટેલીફોનિક વાતચીત માટે 3 થી 4 કિ.મી. આવવું પડે છે. ધરમપુરના પહાડી વિસ્તારમાં તો ઇન્ટર નેટ પણ પકડાતુ નથી. વારંવાર મોબાઇલ નેટવર્ક માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પ્રશ્ન ઉકેલાયો નથી.

વલસાડ જિલ્લાના આ 62 ગામનો સમાવેશ
કપરાડા તાલુકો: - માલુંગી,ભુરવડ,અસલકાન્ટી,બિલિયા,ઉમલી,શાહુડા,એકલેરા,દહીખેડ,ઘાનવેરી, લિખવડ,નાનીપલસાણ,મોટીપલસાણ,તેરીચીખલી,વાડી,ચેપા,સરવટતી,પંઢારદેવી,કેતકી, સુખલબારી,ખાતુનિયા

ધરમપુર તાલુકો:- મુરદડમધુરી,સામરસીંગી,સાદડવેરા,ટિકુખડક,તિસ્કરીજંગલ,બુરલા,હેદરબારી,વડધા,ખોબા,તુતરખેડ,ભાવઠાણજંગલ,વાંઝતલાટ,દંડવળ,ભાનવલ,મોટીકોસબડી,પેંઢા,તામછડી,પિરમલ,હેદરી,ખડકી, સોંદાર, ઉલાસપેંઢી,વાઘવળ,પિંડવળ,રાનવેરી,પંગારબારી,ઉપળપાડા,પાંડવખડક,વથોડા,કોસમપાડા,જામલિયા,ગડી,પીપલપાડા,મામાભાચા,માનચોંઢી,ગનવા,બોકાધરા,હનમતમાળ,હથનબારી,સજનીબરડા,નગડધરી,ચાસમાડવા

સમગ્ર પ્રોજેક્ટ શું છે
સમગ્ર દેશના દુર્ગમ 24680 ગામને 4G નેટવર્કથી જોડાશે,ગુજરાતના 26 જિલ્લામાં 540 ગામોનો 4G માં સમાવેશ, સમગ્ર દેશવ્યાપી પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 26,316 કરોડ છે,આ પ્રોજેક્ટ દુર્ગમ વિસ્તારોમાં 24,680 અનકવર્ડ ગામડાઓને 4G મોબાઇલ સેવાઓ પ્રદાન કરશે.,પ્રોજેક્ટમાં પુનઃસ્થાપન, નવી વસાહતો, સેવાઓ પાછી ખેંચવા વગેરેના કારણે હાલના ઓપરેટરો દ્વારા 20% વધારાના ગામોને આવરી લેવાની જોગવાઈ છે.,વધુમાં, 2G/3G કનેક્ટિવિટી ધરાવતા માત્ર 6,279 ગામોને 4Gમાં અપગ્રેડ કરાશે.

અન્ય સમાચારો પણ છે...