તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડમાં 44 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, જિલ્લામાં 8 સંક્રમિત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 8 દર્દી કોરોનાને માત આપી સાજા થયા

વલસાડ જિલ્લામાં ગુરૂવારે કોરોના પોઝિટિવના 8 દર્દી મળી આવ્યા હતા.જેમાં માત્ર વલસાડ તાલુકામાં 7 અને ધરમપુર તાલુકામાં 1 દર્દીનો સમાવેશ થાય છે.આ સાથે 8 દર્દીઓ પણ કોરોનાને માત આપી સાજા થઇ ગયા હતા.જો કે વલસાડ હાલરની 44 વર્ષીય મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. કોરોનાના કેસોની સતત ઘટતી જતી સંખ્યા સાથે જનજીવન થાળે પડી રહ્યું છે.છેલ્લા એક સપ્તાહથી સિંગલ ડિજિટમાં કેસ સામે આવી રહ્યા છે જેનાથી તંત્ર અને લોકોને રાહતની અનુભૂતિ થઇ રહી છે.જો કે હજી કોરોના ગયો નથી તે હકીકત નજર અંદાજ કરવાની ભૂલ કોઇપણ કાળે ચલાવી લઇ શકાય તેમ નથી.

માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ,સેનેટરાઇઝિંગ જેવી કોરોનાથી બચવા માટેની કોવિડ-19ની ગાઇડલાઇન અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ચૂસ્ત અમલ કરવાનો રહેશે.ગુરૂવારે વલસાડ તાલુકામાં 7 અને ધરમપુરમાં 1 મળી કુલ 7 કેસ નોંધાયા હતા.જ્યારે વલસાડ હાલરમાં 44 વર્ષીય મહિલાનુ મોત થયું હતું.8 દર્દી સાજા થઇ ગયા હતા.છેલ્લા એક સપ્તાહ બાદ મોત નોંધાતાં મૃત્યાંક વધીને 445 થયો છે.

કુલ દર્દીની સંખ્યા 5957,એક્ટિવ 90 અને 5422 દર્દી સાજા થઇ ચૂક્યા છે. વલસાડ જિલ્લામાં બીજી લહેરમાં સૌથી વધુ સંક્રમિત કેસો વલસાડ અને પારડીમાં આવ્યાં હતાં. હાલમાં કોરોનાના કેસ ઘટી જતા લોકોએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...