ચાઈનીઝ દોરીનો વેપલો:ડુંગરી બજારમાંથી ચાઈનીઝ દોરીના 44 રીલ ઝડપી ઝડપાયા, જાહેરનામનો ભંગ કરતાં વેપારીની અટકાયત

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ પર્વને લઈને વલસાડ જિલ્લા કલેકટરે ઉત્તરાયણ પર્વને લઈને ચાઈનીઝ દોરી વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. દુબગરી પોલીસે બાતમીના આધારે ડુંગરી બજારમાં પતંગનું વેચાણ કરતી એક દુકાનમાં ચાઈનીઝ દોરીનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. દુકાનમાં ચેક કરતા ચાઈનીઝ દોરીની કુલ 59 ફીરકી ઝડપી પાડી હતી. જર પૈકી 15 ફીરકી ખાલી મળી આવ્યા હતા. વલસાડની ડુંગરી પોલીસની ટીમે દોરીનું વેચાણ કરતા વેપારીની જાહેરનામના ભંગ મુજબ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ઉત્તરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને લઈને કેટલાક અબોલ પક્ષીઓ અને લોકોના ગળા કપાવાથી જીવ જતા હોય છે. જેને લઈને રાજ્ય સરકારે ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ચાઈનીઝ દોરીના વેચાણ અને ખરીદી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ડુંગરી બજારમાં બજરંગ પતંગ સેન્ટરમાં ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે બજારમાં બજરંગ પતંગ સેન્ટર ઉપર ચેક કરતા 59 ચાઈનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી. જે પૈકી 44 રિલ ચાઈનીઝ દોરીઓ ભરેલી મળી આવી હતી. જ્યારે 15 ચાઈનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી. ડુંગરી પોલીસે કુલ 11,800નો મુદ્દામાલ કબ્જે કરી દોરીનું વેચાણ કરતો પ્રતીક સુમન પટેલને જિલ્લા કલેકટરના જાહેરનામનો ભંગ કરવા બદલ અટકાયત કરી દુકાનદાર સામે જાહેરનામના ભંગની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...