વિશ્વ સાયકલ દિન:વલસાડમાં સર્કિટ હાઉસથી તિથલ બીચ સુધી સાયક્લોથોનમાં 401 લોકો જોડાયા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી નરેશ પટેલે સાયકલોથોનને લીલીઝંડી આપી હતી

વલસાડ શહેરમાં વિશ્વ સાયકલ દિન નિમિત્તે અંગદાન મહાદાનની જાગૃતિ માટે યોજાયેલી સાયકલોથોનને આદિજાતિ વિકાસ, અન્ન પુરવઠા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લામાં 401 સાયકલ સવારો સાયકલોથોનમાં જોડાયા હતા. આ સાથે શહેરની નામાંકિત સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ હતી.

વલસાડ સર્કિટ હાઉસથી તિથલ બીચ થઈ સ્વામિનારાયણ મંદિરથી પરત રેલીનો રૂટ રાખવામાં આવ્યો હતો. વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, પારડી પી.આઇ મયુર પટેલ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ સોનલબેન સોલંકી, જિલ્લા યુથ ભાજપ પ્રમુખ સ્નેહિલ દેસાઇ, ભીડ ભંજન ટ્રસ્ટના મહંત શિવજી મહારાજ સહિત વલસાડ જિલ્લાના સામાજિક સંસ્થાઓના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં સાયકલસવારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...