રાહત:વલસાડ પાલિકાના 400 કર્મીઓએ હડતાળ સંકેલી

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાતામાં પગાર જમા થતાં રાહત થઇ

વલસાડ પાલિકામાં ફરજ બજાવતા 400થી રોજમદારોએ મંગળવારે પગાર મુદ્દે વિજળીક હડતાળ પાડ્યા બાદ તેમનો પગાર બેંક ખાતામાં જમા કરાવી ચૂકવી દેતાં બુધવારે હડતાળ સંકેલી હતી. વલસાડ નગરપાલિકામાં સફાઇ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, સ્ટ્રીટ લાઇટ વિભાગ,વારિગૃહ, બાંધકામ ,વહીવટી,આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 400થી વધુ દૈનિક વેતને કામ કરતાં રોજમદારોનો ઓગષ્ટ માસનો પગાર સપ્ટેમ્બરની 15 તારીખ સુધી ન થતાં મુશ્કેલી ઉભી થઇ હતી.રોજમદારોના પગાર ન મળતાં તેમના પરિવાર માટે ઘર ગુજરાન ચલાવવાની કફોડી સ્થિતિ સર્જાતા મંગળવારે તેમણે વિજળીક હડતાળનું શસ્ત્રી ઉગામ્યું હતું.જેને લઇ પાલિકા વહીવટકર્તાઓ દોડતા થઇ ગયા હતા.

જ્યાં સુધી પગાર તેમના ખાતામાં જમા ન થાય ત્યાં સુધી તેઓ હડતાળ પર બેસશે તેવી ચીમકી આપતાં આખરે મંગળવારે સાંજે પાલિકાએ પગારનો ચેક બેંકમાંં આરટીજી હેઠળ જમા કરાવી દીધો હતો.પરિણામે બુધવાર સુધીમાં તમામ રોજમદારોના બેંક ખાતાઓમાં રકમ જમા થઇ ગઇ હતી.રોજમદારોએ હડતાળ સંકેલી લઇ બુધવારે સવારથી જ કામે ચઢી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...