તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ભારે આક્રોશ:કેન્દ્ર ઉપર રોજ 400 લોકો રસી લેવા આવે, મળે છે માત્ર 100ને

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 74 રસી કેન્દ્રો પર ધસારો, 50 ટકાની ઘટ

સરકાર દ્વારા વેક્સિનના જથ્થામાં ઘટ વર્તાતાં 4 દિવસ સુધી વેક્સિનેશન બંધ રહ્યા બાદ વલસાડ જિલ્લામાં 5મા દિવસે વેક્સિન તો આવી પણ માત્ર 50 ટકા જથ્થો જ ઉપલબ્ધ થયો હતો. લાંબી રાહ જોઇને બેઠેલા લોકો સવારે 8 વાગ્યાથી રસીકેન્દ્રો ઉપર પહોંચવા લાગ્યા હતા, પરંતું તમામને રસી ન મળતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

વલસાડ જિલ્લામાં ચાર દિવસથી વેક્સિન ન મળતાં રવિવારે લોકો વહેલા તે પહેલા ધોરણે રસી મળશે તેવી આશાથી 74 રસીકેન્દ્રો ઉપર સતત આવજા કરતા રહ્યા હતા. પરંતું કેન્દ્ર દીઠ મર્યાદિત વેક્સિન જ ફાળ‌વવામાં આવતાં તેટલા જ વ્યક્તિઓને રસી મૂકી શકાઇ હતી. બાકીના લાભાર્થીઓને પરત થવાની નોબત આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગને જેટલી વેક્સિનનો જથ્થો મળ્યો તેમાંથી જ 74 રસી કેન્દ્રો ઉપર મર્યાદિત સંખ્યામાં વેક્સિનેશન કરાયું હતું. જેને રસી ન મળી તેઓ રસી મૂકવા માગે છતાં નહિ મળતાં કંટાળ્યા હતા.

7300 કોવિશીલ્ડ વેક્સિન મળી, કોવેક્સિન 0
સરકાર દ્વારા રવિવારે જે વેક્સિનનો જથ્થો મળ્યો તેમાં 14 હજારના દૈનિક લક્ષ્યાંક સામે 50 ટકા ઘટ સાથે 7300 વેક્સિન મોકલવામાં આવી હતી.જેમાં તમામ કોવિશીલ્ડ વેક્સિન જ ઉપલબ્ધ થઇ હતી.જ્યારે કોવેક્સિન આવી જ ન હતી.જેને લઇ કોવેક્સિનનો સેકન્ડ ડોઝ લેવા આવનારાને પરત થવું પડ્યું હતું.

કોવેક્સિનના તમામ લાભાર્થીઓને પરત થવું પડ્યું
રવિવારે જિલ્લા આરોગ્ય વિભાગને કોવેક્સિનનો એક પણ વાયલ મળ્યો ન હતો. જેના કારણે વિભાગે જે શિડ્યુલ તૈયાર કર્યું હતું, તેમાં 74 કેન્દ્રોમાંથી એક પણ કેન્દ્રમાં કોવેક્સિન ફાળવી શક્યું ન હતું. જે કારણે જે લોકો કોવેક્સિનનો સેકન્ડ ડોઝ લેવાના હતા તેઓને પરત થવાની નોબત આવી હતી.

પ્રતિ કેન્દ્ર માત્ર 100 વેક્સિન ફાળવાતા હાલાકી
વલસાડ જિલ્લાના 74 કેન્દ્રોમાં આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર દીઠ વેક્સિન ફા‌ળવવામાં આવી હતી.જેમાં એક કેન્દ્રને માત્ર 100 વેક્સિન પૂરી પાડી હતી. આ 100 વેક્સિનનો ડોઝ આપ્યા બાદ જથ્થો પૂરો થતાં રહી ગયેલા લોકોને પરત થવા કહેવામાં આવતાં રોષની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...