સ્થિતી સુધરી:જિલ્લાની 43 કોવિડ હોસ્પિટલોમાં 40 થી 50 ટકા બેડ ખાલી

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાની ખાનગી 7 હોસ્પિટલોમાં 100 ટકાથી વધુ દર્દી હજુ સારવાર હેઠળ
  • ઓક્સિજન બેડ 50.61 ટકા ખાલી થયા

વલસાડ જિલ્લામાં કેસો ઘટવા સાથે સાજા થતા દર્દીઓની સંખ્યા છેલ્લા 1 માસથી ઘટવા માડતાં જિલ્લાની 50માંથી 43 જેટલી કોવિડ હોસ્પિટલોમાં બેડ ખાલી થઇ રહ્યા છે.જો કે જિલ્લાની 7 જેટલી ખાનગી હોસ્પિટલોમાં 100 ટકાથી વધુ બેડ કોરોના દર્દીઓની સારવાર માટે ફુલ રહ્યા છે.આ સાથે કોવિડની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ 50 ટકાથી વધુ ખાલી થયા છે.

વલસાડ જિલ્લામાં 23 એપ્રિલથી કોરોનાની સદી સાથે કેસ વધવાનુ શરૂ થયું હતું.આ સિલસિલો ગત સપ્તાહ સુધી ચાલ્યા બાદ કેસોમાં ઘટાડો થઇને જિલ્લામાં દૈનિક કેસ ઘટીને 25 મેના રોજ 38 પર નીચે ઉતરી ગયો છે.સિવિલ હોસ્પિટલમાં પણ કેસો ઘટી જતાં કુલ બેડમાથી 60 ટકા બેડ ખાલી થઇ ગયા છે.જે રાહતની બાબત બની રહી છે.આ સાથે સિવિલમાં ઓક્સિજન બેડ પણ 65 ટકા ખાલી થઇ ગયા છે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના દર્દીઓની સંખ્યાનો આંકડો દિનપ્રતિદિન સતત નીચો જઇ રહ્યો છે.પરંતું જિલ્લાની 50 કોવિડ હોસ્પિટલો પૈકીની 7 જેટલી ખાનગી હોસ્પિટલની 25 મેની સ્થિતિએ જોતાં તમામ બેડ ભરેલા છે.જેના કારણે આ 7 કોવિડ હોસ્પિટલોમાં હાલમાં નવા દર્દીઓ માટે જગ્યા નથી.બાકીની ખાનગી અને સરકારી 43 જેટલી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે 40 થી 50 ટકા જેટલા બેડ ખાલી રહ્યા છે.

આ 7 ખાનગી હોસ્પિટલોમાં 100 ટકાથી વધુ દર્દી
વલસાડની લોટસ હોસ્પિટલમાં148 ટકા,મૃણાલ હોસ્પિટલમાં 142. 11 ટકા,વાપીની રેન્બો હોસ્પિટલમાં 124 ટકા,શેલ્બી હોસ્પિટલમાં 150 ટકા,ઓર્ચિડ હોસ્પિટલ,વલસાડમાં 113.33 ટકા,શ્રધ્ધા હોસ્પિટલમાં 100 ટકા,વાઇબ્રન્ટ હોસ્પિટલમાં 100 ટકા દર્દી સારવાર લઇ રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં 228 બેડ ખાલી,188 બેડ ખાલી
25મેની સ્થિતિએ વલસાડની જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલમાં કુલ 375 બેડ પૈકી 147 દર્દી સારવાર લઇ રહ્યા છે.જેને લઇ ભરેલા બેડની ટકાવારી 39.20 ટકા રહી છે.જે જોતાં 228 બેડ ખાલી થઇ ગયા છે.જ્યારે સિવિલમાં કુલ બેડ પૈકી 286 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના છે,જેમાંથી 98 દર્દી ઓક્સિજન બેડ પર સારવાર લઇ રહ્યા છે.તેને જોતાં ઓક્સિજનના દર્દીઓની ટકાવારી માત્ર 34.27 ટકા રહી છે.

સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરના દર્દીની સંખ્યા 42 ટકા ઘટી
વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલે વેન્ટિલેટરના દર્દીની સંખ્યાની સ્થિતિ જોતાં સિવિલમાં 43 જેટલા વેન્ટિલેટર બેડ છે,જેમાંથી હાલ 25 દર્દી સારવાર લઇ રહ્યા છે.જેની ટકાવારી 58.14 ટકા છે એટલે કે 42 ટકા જેટલા વેન્ટિલેટર બેડ ખાલી પડ્યાની સ્થિતિ સામે આવી છે.

વલસાડ જિ.ની 50 કોવિડ હોસ્પિટલોમાં બેડની સ્થિતિ

હોસ્પિટલબેડદર્દીટકાઓક્સિ.બેડદર્દીટકાટકા વેન્ટ.દર્દીટકા
લોટસ253714824187522100
હરિયા7536483724641212100
કસ્તુરબા75709349671366466
મૃણાલ1927142182212244100
અમિત6024402613.8546150
રેન્બો75931247550661010100
સિવિલ375147392869834432558
શ્રેયસ80455641286866100
શેલ્બી1218150615250------
ESIC4037.52000------
મ્યુ.વલસાડ603965383386------
ઓર્ચિડ15171131212100------
શ્રધ્ધા191910019526------
વાઇબ્રન્ટ હો.27271002727100------
સંવેદના402255402152------
21 સેન્ચુ.755066754053------
જીવનદીપ1297546150
અન્ય મળી કુલ187994950.51137469650.66876979.31
અન્ય સમાચારો પણ છે...