• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 4 Students From Valsad Trapped In Ukraine Return Home Under Government Of India's Operation Ganga, District Administration Visits Students

વતન વાપસી:યુક્રેનમાં ફસાયેલા વલસાડના 4 વિદ્યાર્થીઓ ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ વતન પહોંચ્યા, જિલ્લા વહીવટીતંત્રએ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ દ્વારા ભારતના ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓને વહેલી તકે ભારત પરત લાવવા વિનંતી કરવામાં આવી

તાજેતરમાં રશિયા અને યુક્રેન દેશો વચ્‍ચે ચાલી રહેલા યુધ્‍ધની પરિસ્‍થિતિમાં ભારત દેશના વિદ્યાર્થીઓ ત્‍યાં ફસાયેલા છે તેવા ભારતીયોને અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ તેમના MBBSના અભ્‍યાસ માટે ત્‍યાં ભણવા ગયેલા છે તેવા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશની રાજધાની દિલ્‍હી અને ગુજરાત સરકાર તેમજ યુક્રેન ખાતેના રાજદૂતાલયોમાં હેલ્‍પલાઇન શરૂ કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે પણ આવા ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે હેલ્‍પ લાઇન શરૂ કરી છે. આ હેલ્‍પલાઇનના આધારે અને ભારત દેશમાં સ્‍થિત યુક્રેનના રાજદૂત અને યુક્રેન સ્‍થિત ભારતના રાજદૂતના પરસ્‍પરના સહયોગથી ભારત સરકારના ઓપરેશન ગંગા અન્‍વયે એર ઇન્‍ડિયાની ખાસ ફલાઇટ દ્વારા સહીસલામત રીતે ભારત પરત લાવવાના ભાગરૂપે ગુજરાત રાજયના વલસાડ જિલ્લાના 4 વિદ્યાર્થીઓ પોતાના માદરે વતન આજરોજ આવી પહોંચતા આ 4 વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોની જિલ્‍લા વહીવટીતંત્રના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઇ જરૂરી માહિતી મેળવીને રાજય સરકાર તરફથી તેમને સાંત્‍વના પાઠવી જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.

યુક્રેન- રશિયા યુધ્‍ધમાં ફસાયેલા વલસાડ જિલ્લાના 4 વિદ્યાર્થીઓમાં કપરાડા તાલુકાના જોગવેલ ગામના કૃણાલ નગીનભાઇ જાદવ, વાપી તાલુકાના ચણોદ કોલોની, ચણોદ ગામ અને વાપી શહેરમાં રહેતા એવા સંકેત સીંગ, રેમો રાકેશકુમાર અને સંગીતા ચૌધરીની જિલ્‍લાના વહીવટીતંત્રના સંબધિત અધિકારીઓમાં ધરમપુર પ્રાંત અધિકારીની કચેરી, પારડી- વાપીના તાલુકા વિકાસ અધિકારી સન્ની પટેલ અને સીટી મામલતદાર ધર્મેશ મહાકાલે રૂબરૂ મુલાકાત લઇને વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછી વિગતો જાણી હતી. 24 ફેબ્રુઆરીએ થયેલી એર સ્ટ્રાઈક બાદ યુકેન સરકાર અને ભારતીય દુતાવાસ દ્વારા આપવામાં આવતી માહિતીઓ અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા વલસાડ જિલ્લા સહિત ભારતના વધુ ફસાયેલા વિદ્યાર્થીઓને વહેલી તકે દેશમાં પરત લાવવા માં આવે તેવી માંગ અધિકારીઓને કરી હતી.

યુદ્ધના છઠ્ઠા દિવસે ઘરે પહોંચ્યા
યુક્રેન નજીક હંગરી જહુની બોર્ડર પરતથી ભારત સરકારે ફલાઇટની વ્યવસ્થા ગોઠવી આપતાં સુરક્ષિત પહોચ્યાં છે. યુદ્ધના છઠ્ઠા દિવસે ઘરે આવતાં ખુશી મળી રહી છે. યુક્રેન યુહોરોડ ખાતે એમબીબીએસ માટે ગયો હતો. અહી લોકો ટેન્ટેશમાં છે. ભારત સરકારની મદદના કારણે વિદ્યાર્થીઓ ઘરે પહોંચી રહ્યાં છે. - હર્ષ રજનીશ જોષી,ઉદવાડા (યુક્રેનથી પરત )

ઓપરેશન વહેલુ શરૂ કરવાની જરૂર હતી
અમે યુક્રેનમાં યુદ્ધના સ્થળથી 350 કિ.મી દુર હતા. લોકો અહી એકદમ ભયભીત હતાં. કેન્દ્ર સરકારે સંપૂર્ણ સહકાર આપ્યો છે. જેના કારણે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત ઘરે પહોંચી રહ્યાં છે. વિદ્યાર્થીઓને પરત લાવવાનું ઓપરેશન થોડુ વહેલુ શરૂ કરવાની જરૂર હતુ, જેથી કીવમાં ફંસાયેલા વિદ્યાર્થીઓને જલ્દી મદદ મળી હતો.- શુભમ પાંડે, વાપી દેસાઇવાડ, (યુક્રેનથી પરત)

MBBSનો ખર્ચ ભારતમાં ઓછો હોવો જોઇએ
ભારત સરકારની મદદથી હંગરી જહુની બોર્ડર પરત ઘરે પહોંચી શક્યા છીએ.તમામ સુવિધાઓ અમને મળી રહી હતી. કોઇ તકલીફ પડી ન હતી. એમબીબીએસના અભ્યાસનો ખર્ચ ભારતમાં વધુ થાય છે. યુક્રેનમાં ઓછો હોવાથી વિદ્યાર્થીઓ વધુ જાય છે. ભારતમાં ખર્ચ ઓછો થાય તો વિદ્યાર્થીઓને રાહત મળી શકે તેમ છે. - શાહીન પરવીન શેખ,પારડી દોલતનગર (યુક્રેનથી પરત)

ત્રિરંગાને જોઇ સૈનિકો બસને અટકાવતાં નથી
યુદ્ધના કારણે વિદ્યાર્થીઓ ડરી ગયાં છે. ભારતીય ત્રિરંગાને જોઇ રશિયન સૈનિકો બસને અટકાવતાં નથી. ભારત સરકારથી મદદથી અનેક વિદ્યાર્થીઓ પરત આવી ચુકયાં છે. અન્ય દેશોના વિદ્યાર્થીઓ હજુ પરત ફરવામા વિલંબ થઇ રહ્યો છે. સરકારે તબક્કાવાર વિદ્યાર્થીઓને પરત લાવીને સારી હિમંત બતાવી છે.- સંગીતા ચૌધરી, વાપી ,યુક્રેનથી પરત ફરનાર

અન્ય સમાચારો પણ છે...