• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 4 Lakh Assistance To The Family Of An Old Woman Who Died When The Wall Of Her House Collapsed Due To Heavy Rains At Vejalpore In Valsad

આકસ્મિક મૃત્યુ સહાય:વલસાડના વેજલપોર ખાતે ભારે વરસાદમાં મકાનની દીવાલ નીચે આવી જતા મૃત્યુ પામેલી વૃદ્ધાના પરિવારને 4 લાખની સહાય

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MLA ભરતભાઈ પટેલના હસ્તે ચેક આપવામા આવ્યો

વલસાડ તાલુકામાં 13 સપ્ટેમ્બરની રાત્રીએ પડેલા ભારે વરસાદમાં વેજલપોરના એક કાચા મકાનની દીવાલ ધરાશાય થઈ હતી. દીવાલ નીચે વૃદ્ધા દબાઈ જતા મૃત્યુ થયું હતું. ગણતરીના દિવસોમાં વલસાડ તાલુકાન પંચાયતની ટીમે મૃતક વૃદ્ધાના પરિવારને અકસ્મિત સહાયનો ચેક MLA ભરતભાઇ પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં ગત 13 સપ્ટેમ્બરની રાત્રીએ પડેલા ભારે વરસાદને કારણે વલસાડ તાલુકામાં આવેલા વેજલપોર ગામના અતુલ ફળિયામાં રહેતા 75 વર્ષીય મધુબેન કાંતુંભાઈ નાયકા તેમની પૌત્રી સાથે ઊંઘતા હતા. ભારે વરસાદને કારણે મધુબેનના મકાનની દીવાલ મધુબેન ઉપર ધરાશય થઈ હતી. જેમાં મધુબેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ સરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય આશિષભાઈ ગોહિલ અને તાલુકા પંચાયતની ટીમને થતા તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. મૃતકના પરિવારને અકસ્મિત મૃત્યુ સહાય યોજના હેઠળ મૃતક મધુબેનના પરિવારના સભ્યોને ગણતરીના દિવસોમાં સહાય નો લાભ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

17 સપ્ટેમ્બરના રોજ મૃતક પરિવારના સભ્યોને 4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોને વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. મધુબેનના દીકરા અને પરિવારના સભ્યોએ ધારાસભ્ય ભરતભાઇ અને તાલુકા પંચાયતના સભ્ય આશિષ ગોહિલ સહિત ઉપસ્થિત TDO અને તાલુકા પંચાયતના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...