ક્રાઇમ:પારનેરા હાઇવે કાર લૂંટ કેસમાં 4 કસ્ડીમાં ધકેલાયા

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પારનેરા હાઇવે કાર લૂંટ કેસમાં 4 કસ્ડીમાં ધકેલાયા

મુંબઈથી સુરત જવા માટે કાર ભાડે કરીને પારનેરા હાઇવે પર અવારૂ જગ્યાએ બાથરૂમ જવા અટકાવી કાર ચાલક પાર જીવલેણ હુમલો કરી મુંબઈના 4 ઈસમો કારની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. તે કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓના રિમાન્ડ પુરા થતા જયુડીશીયલ મોકલી આપ્યા હતા.

મુંબઈથી સુરત આવવા માટે જસ્ટ ડાયલ ડોટ કોમની મદદ વડે કાર ભાડે મંગાવી હતી. હાઇવે પર કારના ભાડુઅતોએ વોશરૂમમાં જવાના બહાને કારને પારનેરા હાઇવે પર અટકાવી કારના ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો. કાર લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. લૂંટાયેલી કારને નવસારી બોરીયાચ ટોલનાકા પાસે કાર મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તે ઘટનામાં ઝડપાયેલા ઇમરાન અન્સારી સહિત 4 આરોપીઓને રૂરલ પોલીસની ટીમે ટેક્નિકલ એનલિસિસની મદદ વડે આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓના રિમાન્ડ પુરા થતા આરોપીઓને કસ્ટડીમાં મોકલી અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...