ગેરકાયદેસર:પારનેરા પારડી હાઇવે ઉપર એક ડુપ્લીકેટ પોલીસ સહિત 5 ઇસમો લાયસન્સવાળી રિવોલ્વર અને જીવતા કારતુસ સાથે ઝડપાયા

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન પારનેરા પારડી હાઇવે ઉપર આવેલી એક હોટલ ઉપર ચાહ પીવા પોલીસ જવાનો ગયા હતા. જે દરમ્યાન પુરોહિત ધાબા ઉપર 5 ઈસમો દારૂના નશામાં લાવરા કરી રહ્યા હતા. પોલીસ જવાનોએ લાવરા કરતા ઇસમોની પૂછપરછ કરતા એક ઇસમે સુરત સીટી પોલીસના PI તરીકે ઓળખ આપી હતી. પોલીસનો આઇડી કાર્ડ માંગતા બતાવ્યો ન હતો. પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર ઈસમ સહિત દારૂના નશામાં 4 ઇસમોની અટકાયત કરી હતી. પોલીસે પૂછપરછ કરતા એક ઈસમ વન વિભાગમાં ફરજ બજાવતો હતો અને પોલીસ તરીકે રુવાબ ઝાડતા વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડયા હતા.

વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિં દરમ્યાન પારનેરા પારડી વિસ્તારમાં આવેલા પુરોહિત ધાબા ઉપર પોલીસ જવાનો ચાહ પીવા ગયા હતા. જે દરમ્યાન પુરોહિત ધાબા ઉપર 4 ઈસમો દારૂના નશામાં લાવરા કરતા બહાર નીકળી રહ્યા હતા. તે ઇસમોને વલસાડ રૂરલ પોલીસના PI ગોસ્વામી અને તેમની ટીમે અજાણ્યા 5 ઇસમોને અટકાવી લાવરા કરવા અંગે કારણ પૂછતાં એક ઇસમે સુરત સીટી પોલીસ મથકના PI તરીકેની ઓળખ આપી હતી. જેથી રૂરલ પોલીસ મથકના PI ગોસ્વામીએ પોલીનો ID કાર્ડ બતાવવા જણાવ્યું હતું. દારૂના નશામાં ચકચૂર બનેલા ઇસમે તું કોણ મારો ID કાર્ડ જોવા વાળો જણાવી વિરોધ કરતા PI ગોસ્વામીએ તેમનો ID કાર્ડ બતાવી PI વલસાડ રૂરલ પોલીસની ઓળખ આપી હતી.

તેમનો કાર્ડ ડુપ્લીકેટ હોવાનું જણાવી તેમની પોલીસના બોર્ડ વાળી કાર ન. GJ-08-BN-9399 તરફ આગળ વધી રહ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે 5 ઇસમોને અટકવી તેમની પૂછપરછ કરતા સુરતના 34 વર્ષીય ઉચિત દિપક કડક, 39 વર્ષીય, હરદીપ દિપકભાઈ ગઠવી, 33 વર્ષીય ચંડીદાન ઉર્ફે ચંદ્રેશ કાનજીભાઈ ગઢવી, 32 વર્ષીય, કુલદીપ દેવીસિંગ ગઠવી, જિમ્મીત રહેમતુલ્લા રિમાણીની અટકાયત કરી ચેક કરતા હરદીપ ગઢવી પાસેથી વન વિભાનો ID કાર્ડ મળી આવ્યો હતો. પોલીસે એક લાયસન્સવાળી રિવોલ્વર અને જીવતા કારતુસ 105, ખાલી કારતુસ 21, રોકડા રૂપિયા 9,660, અમેરિકાના ચલણની 16 નોટ, 1 નોટ નેપાળની શ્રીલંકા દેશની 2 નોટ, કાર અને મોબાઈલ મળી કુલ 10.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...