ગુજરાત રાજ્યાના અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના વિસરવાડી ખાંડબારા રોડ પર આવેલા નિંબોણી ગામના પુલ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઇજા થઇ હતી. પીકઅપને ઓવરટેક કરતા બે મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સ્થાનિકોએ આપી છે. ઘટના સ્થળ પરથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નવાપુર તાલુકાના વિસરવાડી ખાંડબારા રોડ પર આવેલા નિંબોણી ગામના પુલ પાસેમંગળવારે સાંજે સાંજે 6.30 કલાકે બે મોટર સાયકલ સમસામે ભટકાય હતી.
જેમાં એક મોટર સાયકલ પર સવાર પ્રવિણ જગન ગાવિત (રહે. ખોગલપાડા બરડીપાડા) તેની બહેનને છોડાવવા માટે નવાપુર તાલુકાના અમકુટી ગયો હતો, પરત ફરી રહ્યો હતો, જ્યારે સામેથી આવતી મોટરસાઇકલ પાર સવાર તુષાર કલસિંગ કોંકણી (રહે. વડદા), રાકેશ હરખાકલાલ કોકાણી (રહે. વડદા), સોમનાથ સુનિલ કોકાણી (રહે. વાડદા) નાઓ લગ્ન સમારોહ પતાવીને કાકરપાડાથી વડદા ઘરે જઈ રહ્યા હતા. અકસ્માતમાં ઇજા ગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સને બોલાવી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પિક અપ ઓવરટેક કરતી વેળાએ અચાનક સામેથી બાઇક આવી જતાં અકસ્માત થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.