કોરોના સંક્રમણ:વલસાડ રેલ કર્મીની પુત્રી સહિત 4 કોરોના પોઝિટિવ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોસ્પિટલના બદલે હોમ કોરન્ટાઇન કરાતા રોષ

વલસાડમાં રેલવે યાર્ડમાં રહેતા રેલ કર્મચારીઓ માટે પ.રેલવેની અલાયદી હોસ્પિટલ છે. જ્યાં 12 જેટલા કર્મચારી તાવ શરદી ખાંસીના કોરોના ચેક અપ માટે આવ્યા હતા.જેમાંથી 8 કર્મચારીને ફીવર જણાતાં તેમને નેગેટિવ રિપોર્ટ આવ્યો હોવાનું જણાવી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે 4 કર્મચારીનો રિપોર્ટ આવતાં તેમને પણ હોમ કોરન્ટાઇનમાં રહેવા જણાવી મોકલી દેવાયા હતા.પોઝિટિવ કેસના દર્દીઓને વલસાડ રેલવે હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકવાના બદલે હોમ કોરન્ટાઇન કરાતાં નાના મકાનમાં રહેતા કર્મચારીઓના પરિવારજનો કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા હતા.

આ કર્મચારીઓને સારવાર માટે રેલવે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા હોવા છતાં હોમ કોરન્ટાઇનમાં મોકલી દેવા સામે રેલવે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. પોઝિટિવ કર્મચારીને લઇ પરિવારના અન્ય સભ્યોને પણ સંક્રમણ લાગી શકે છે અને તેવા કર્મચારી જો નિયમનું પાલન નહિ કરી ઘરથી બહાર નિકળી જાય તો અન્ય કર્મચારી પણ સંક્રમણની ચપેટમાં આવી શકે તેવી દહેશત અન્ય રેલવે કર્મચારીઓમાં ફેલાઇ રહી છે.સારવાર માટે ઉભા કરાયેલા રેલવે હોસ્પિટલમાં આવા દર્દીઓને કેમ રાખવામાં આવતા નથી તેવો વેધક પ્રશ્ન રેલવે હોસ્પિટલ સામે અન્ય રેલ કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...