તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડના પારનેરા ડુંગર નીચે જુગાર રમતા 4 પકડાયા, પોલીસે 6730 રોકડા કબજે લીધા

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગરના નીચે એકાંત વાળી જગ્યામાં કુંડાળા પાડી તીનપત્તીનો જુગાર રમતા 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. વલસાડ રૂરલ પોલીસ મથકની ટીમના કમલેશ પટેલ, એએસઆઇ ચતુર પારગી, નટુ સંપતભાઇ, વુમન હે.કો.છાયાબેન પટેલ, રાજેશ વળવીને બાતમી મળી હતી. જેના આધારે પારનેરા ડુંગરના પૂર્વ ભાગે ડુંગર નીચે ખુલ્લી જગ્યામાં કુંડાળામાં બેસીને જુગાર રમતા ઇસમોને કોર્ડન કરી લેવાયા હતા.

પોલીસે સ્થળ પરથી તીન પત્તીના હારજીતનો જુગાર રમતા અરૂણ ગહનીનાથ જકતાપ, રહે.પારનેરા ગેલેક્ષી પાછળ,સરકારી ફળિયા,અબ્બાસ મહમદ શેખ, રહે.પારનેરા મુકુન્દ કંપની પાછળ, મોતી અન્ના શિંદે, રહે.પારનેરા ગેલેક્ષી પાછળ,સરકારી ફળિયા અને હુસેન દાદામીયા કુરેશી રહે.પારનેરા ગેલેક્ષી પાછળ,સરકારી ફળિયાઓને ઝડપી પાડી રોકડા રૂ.6730 કબજે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...