કોરોના:વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવના 4 કેસ,મહિલાનું મોત

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વલસાડ હાઉસિંગ બોર્ડમાં આધેડ અને નનકવાડા ગામે મહિલા સંક્રમિત

વલસાડ જિલ્લામાં શનિવારે કોરોના પોઝિટિવના વધુ 4 નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા.જ્યારે ખારવેલની 1 મહિલા દર્દીનું મોત થયું હતું.વલસાડમાં 40 વર્ષીય મહિલા,હાઉસિંગ બોર્ડમાં 58 વર્ષીય આધેડ અને પારડીમાં 1 તથા ધરમપુરમાં 1 દર્દી સંક્રમિત થયા હતા.4 જેટલા કોરોના દર્દી સાજા થતાં પરિવારજનોએ રાહત અનુભવી હતી.

વલસાડ જિલ્લામાં કોરોનાના દર્દીઓ ધીમી ગતિએ સામે આવી રહ્યા છે.દિવાળી પછી 1 થી 5ની અંદર સંખ્યા કોરોના કેસોમાં જોવા મળી રહી છે.શનિવારે નવા 4 કેસ આવ્યા હતા,જેમાં વલસાડના 2,પારડીમાં 1 અને ધરમપુર ખાતે 1 કેસ મળી આવ્યો હતો.ધરમપુરમાં લાંબા સમયબાદ સંક્રમણનો આ કેસ નિકળ્યો હતો.જો કે છેલ્લા બે દિવસમાં કોરોનાથી 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.શુક્રવારે વલસાડમાં 56 વર્ષીય આધેડના મોત બાદ બીજા દિવસ શનિવારે ધરમપુર તાલુકાના ખારવેલ ગામે રહેતી એક 40 વર્ષીય મહિલા દર્દીનું કોરોનામાં મોત નિપજ્યું હતું.

આમ ધરમપુરમાં કોરોના પોઝિટિવનો એક નવો કેસ મળવા સાથે એક મોતનો કેસ પણ સામે આવ્યો છે.છેલ્લા 2 દિવસમાં 2 મોત થયા છે.જેના કારણે કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા વેક્સિન અને કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ફરજિયાત માસ્ક,દો ગજ કી દૂરી,સેનેટરાઇઝિંગ જેવા નિયમોનું ચૂસ્ત પાલન કરવું દરેક નાગરિક માટે ખુબ આવશ્યક છે.4 દર્દી સાજા થતાં હવે એક્ટિવ કેસની સંખ્યા હાલે 33 થઇ છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા
તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડદત્તનગર,નનકવાડા40સ્ત્રી
વલસાડગુજરાત હાઉસિંગ બોર્ડ58પુરૂષ
પારડીપારસી ફળિયું,રોહિણા67સ્ત્રી
ધરમપુરખારવેલ61પુરૂષ
અન્ય સમાચારો પણ છે...