કાર્યવાહી:વલસાડના ફલધાર ગામ ખાતે વીજ ચોરી અટકાવવા ગયેલી વિજીલન્સની ટીમ ઉપર હુમલો કરવાના કેસમાં 4 શખ્સોની ધરપરડ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12 ઓગષ્ટના રોજ વિજીલન્સની ટીમ ઉપર હુમલો થયો હતો

વલસાડ તાલુકાના ફલધરા ગામે વીજ ચોરી અટકાવવા અને વીજ ચોરી કરતા લોકોને પકડી કાર્યવાહી માટે વીજ કંપનીની વિજીલન્સની ટીમે ફલધાર ગામ ખાતે તપાસ હાથ ધરી હતી. જેમાં ફલધરા ગામના કેટલાક રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓને માર મારી કપડા ફાડી નાખ્યાં હતાં. જે અંગે વીજ કંપનીના કર્મચારીઓ એ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ પ્રકરણમાં ફલધરા ગામ ના 4 ઈસમોને ઝડપી પાડ્યા છે. રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ રૂરલ પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ, 12 ઓગષ્ટના રોજ ધરમપુર તાલુકાના બોપિ સબ ડિવિઝનના વીજ કંપનીના કર્મચારીઓ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ બરોડાની વિજીલન્સની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં વેહલી સવારથી વીજ લાઈનમાં ગેરવા નાખીને ચોરી કરવામાં આવી રહી હતી. વિજીલન્સની ટીમે ફલધાર ગામમાં ચેકીંગ દરમિયાન ફલધરા ગામના એક ઘરમાંથી વીજ ચોરી કરતા ઝડપી પાડયા હતા. જેને લઈને સ્થાનિક લોકોએ વીજ કંપનીના કર્મચારીઓને અટકાવી કાર્યવાહીમાં ખલેલ.પહોંચાડી હતી.

કંપનીના કર્મચારીઓ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. જેને પગલે વીજ ચોરી કરનારાઓએ વીજ કંપનીના કર્મચારીઓ સાથે વાત વાતમાં મામલો ગરમાયો હતો. અને રોષે ભરાયેલા કેટલાક ગ્રામજનોએ વીજ કંપનીના કર્મચારીઓને માર મારિયો હતો. જેમાં એક અધિકારીને આંખના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય કર્મચારીઓને ઢીકામુક્કીનો માર મારિયો હતો. જેમાં વીજ કંપનીના કર્મચારીના કપડા પણ ફાડી નાખ્યા હતાં. જે બનવા બાબતે વીજ કંપનીના કર્મચારીઓએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પી.એસ.આઇ અમીરાજ સિંહ રાણાએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીઓને પકડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં તેજસ દશરતભાઈ પટેલ, બ્રિજેશ નવીનભાઈ પટેલ, રાજેશ રામાભાઈ પટેલ, રજૂ કેવલભાઈ પટેલને ઝડપી પાડિયા હતા. અને તેમના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. રૂરલ પોલીસે 4 જેટલા આરોપીઓને વીડિયો અને ફોટાઓના આધારે આરોપીઓને ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...