તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:વલસાડમાં 4.50 કરોડનો ચૂનો લગાવનાર 2ને લવાયા, તાપી કોર્ટમાં રજુ કરતા 10 દિ’ના રિમાન્ડ

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં ઓસ્કાર કો.ઓ.ક્રેડિટ સોસાયટી લિમિટેડ નામની ઓફિસ શરૂ કરી હતી. જેમાં રોકાણકારોને ઊંચા વ્યાજની લોભામણી વાળી સ્કીમો બતાવી હતી. જિલ્લાના હજારો લોકોએ કુલ 4.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું. વર્ષ 2015માં ઓફિસ બંધ કરી રોકાણકારોને ચૂનો ચોપડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

જિલ્લાના 6 તાલુકાના સેક્ડો લોકોએ ઉપરોક્ત કંપનીમાં લોભામણી લાલચે લાખો રૂપિયા રોક્યા હતા અને પાછળથી કંપની સંચાલકો શટર પાડી નાશી જતા રોકાણકારોએ કંપની ઓફિસે હબાળો માચાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પોલીસે કંપનીના કેટલાક કર્મચારીઓ અને ડિરેક્ટરોની ધરપકડ કરી હતી નાસ્તા ફરતા વધુ 2 આરોપીઓ ચેરમેન ઇમરાનખાન મહમદખાન નાગોરી અને હર્ષદ ઠાકોરભાઈ ખત્રી ડિરેક્ટરની તાપી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી વલસાડ LCBએ કબજો મેળવ્યો હતો. બંનેને સુરતની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરતા 7 ડિસે. સુધી રિમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો