તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:અતુલમાં થયેલી મારામારી કેસમાં 4 આરોપી ઝડપાયા

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના દાદરી ફળિયામાં રહેતા શંકરભાઇ મંગુભાઇ નાયકા, ઉ.વ. 56, તેમના ઘર આગળ આવેલી તેમની માલિકીની ખુલ્લી જગ્યા હતી. તે ખુલ્લી જગ્યામાં પાડોશી રાકેશભાઈ છેલ્લા દોઢ વર્ષથી તેનો ટેમ્પો પાર્ક કરતો હતો. 28 જુલાઈએ શંકરભાઈએ પાડોશી રાકેશના ઘરે જઈને તેનો ટેમ્પો એક મહિનામાં ટેમ્પો પાર્ક કરવાની અન્ય જગ્યા શોધી ત્યાં ટેમ્પો પાર્ક કરવા જણાવ્યું હતું.

જેની અદાવત રાખીને રાકેશે શંકરભાઇ નાયકાને ઉપર રાકેશે તેના સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો. તે અંગે 1 ઓગષ્ટે શંકરભાઈએ રાકેશ અને તેના સાગરીતો સામે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને ટેમ્પો ચાલક સહીત 4 આરોપીઓને ડિટેન કર્યા હતા. આરોપીઓના કોવીડ રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધડપકડ હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...