તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિ:વલસાડની મેથ્સ ગર્લ ઇન્ટર નેશનલ સ્પર્ધામાં 3જા ક્રમે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેન્સ ગર્લ આયૂષી - Divya Bhaskar
મેન્સ ગર્લ આયૂષી
  • 50 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો

ઓસ્ટ્રેલિયામાં ગણિત દિવસે યોજાયેલી ઓનલાઇન કોમ્પિટેટિવ સ્પર્ધામાં વલસાડની 8 વર્ષીય બાળાએ વલસાડ શહેરનું નામ રોશન કરી 3જો ક્રમ મેળવી વિજેતા બની હતી.આ સ્પર્ધામાં વિશ્વના અનેક દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ઓસ્ટ્રેલિયા સ્થિત એક શૈક્ષણિક સંશાધન પ્રાયોજક દ્વારા 5મી મેને વિશ્વ ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરાઇ હતી. આ ઓનલાઇન આંતરરાષ્ટ્રીય ગણિત સ્પર્ધાનું ઉદઘાટન વર્ષ 2007માં થયું હતું. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 160થી વધારે દેશો અને 10 કરોડથી વધારે સહભાગીઓએ નોંધણી કરી હતી. આ બધા સ્પર્ધકોમાં વલસાડમાંથી 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં આયુષી ભાવેશ દામાએ દ્વિતિય ગ્રેડમાં ત્રીજો ક્રમ મેળવી વિજય પતાકા લહેરાવી છે. તેઓ જીનિયસ કીડના વિદ્યાર્થી છે અને બીજા 11 વિદ્યાર્થીઓ જેમણે વિશ્વની ટોચનો ક્રમ હાસિલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...