તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીઆઇ વર્ગ-2ની પ્રીલિમનરી પરીક્ષા:વલસાડમાં 3જી એ GPSCની પરીક્ષા

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે

વલસાડમાં GPSCની પીઆઇ વર્ગ-2ની પ્રીલિમનરી પરીક્ષા માટે કલેકટરે પ્રતિબંધો જારી કરી નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી હાથ કરવા આદેશ કરાયો છે.

વલસાડમાં 3 જાન્યુઆરીએ લેવાનારી જીપીએસસીની પીઆઇ વર્ગ-2ની પરીક્ષા માટે વલસાડની આવાબાઇ હાઇસ્કુલ, જમનાબાઇ કન્યા વિદ્યાલય, આરએમએન્ડવીએમ દેસાઇ વિદ્યામંદિર, મણિબા સાર્વજનિક હાઇસ્કૂલ ધનભૂરા રોડ, જીવીડી સાર્વજનિક હાઇસ્કુલ નાની મહેતવાડ,કુસુમ વિદ્યાલય,રિનાપાર્કની બાજૂમાં તિથલ રોડ મળી કુલ 6 શાળાના પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. પરીક્ષાર્થીઓ નિર્ભયપણે શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે કાયદો વ્યવસ્થાનો ચૂસ્ત અમલ કરવા કલેકટરે આદેશો જારી કરી નિયમોનો ભંગ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી છે.

પરીક્ષા કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં બિન અધિકૃત વ્યક્તિઓ તથા ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ,પરીક્ષમાં ચોરી ગણાય તેવી ચીવસ્તુ, ઇલેક્ટ્રોનિક આઇટમ, પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહિં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો