તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ઉભરો:જિલ્લા-સંઘપ્રદેશમાં 39 કેસ, યુવાનોમાં પણ સંક્રમણ

વલસાડ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વેક્સિનેશન વચ્ચે કોરોના વકર્યો, બે દિવસમાં જ 36 કેસ

વલસાડ અને સંઘપ્રદેશમાં કોરોનાના કેસો હવે બેકાબૂ બની રહ્યા છે. શુક્રવારે જિલ્લામાં 19 અને સેલવાસમાં 14 અને દમણમાં 6 મળી કુલ 39 કેસો મળી આવ્યાં છે. જિલ્લામાં માર્ચની જેમ અપ્રિલમાં પણ કોરોના વાયરસનો સંક્રમણ જોખમી બનવાના સંકેત મળી રહ્યા છે.ફેબ્રુઆરી માસમાં જિલ્લામાં ચૂંટણીનો વાયરો ફુંકાયા બાદ માર્ચથી સંક્રમણનો ઉભરો શરૂ થઇ ગયો હતો.માર્ચના 30 દિવસમાં જ 133 કેસ નોંધાઇ ગયા હતા.હવે એપ્રિલમાં સંક્રમણની તીવ્રતા જોતાં આ આંકડો વધવાની ભીતિ વર્તાઇ રહી છે.ગુરૂવારે 17 કેસ નોંધાયા બાદ શુક્રવારે વધીને 19 જેટલા કોરોના પોઝિટિવ દર્દી મળી આવતાં સ્થિતિની ગંભીરતા સામે આવી હતી.

જિલ્લામાં શુક્રવારે નોંધાયેલા કેસોમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 12 કેસ સામે આવ્યા હતા.જ્યારે પારડીમાં 1 અને વાપી તાલુકામાં 5 કેસ તેમજ ધરમપુર તાલુકામાં 1 કેસ નોંધાયો હતો.આ બધા આરટી-પીટીસી ટેસ્ટમાં સામે આવ્યા હતા.જ્યારે રેપિડ ટેસ્ટની સંખ્યા પ્રતિરોજ 200થી વધુ હોવાની ભીતિ દર્શાવાઇ રહી છે.આ સિવાય ખાનગી હોસ્પિટલોમાં આવતાં દર્દીઓની કોઇ સત્તાવાર નોંધ આરોગ્ય વિભાગ પાસે નથી તેમ છતાં એકંદરે વલસાડ જિલ્લામા કોરોનાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ચિંતાજનક રહી હોવાનું અનુમાન થઇ રહ્યું છે.

આ સંજોગો વચ્ચે જિલ્લામાં હાલે આરોગ્ય વિભાગ દ્વારા 60થી વધુ અને 45 થી 59 વર્ષની વયજૂથના લોકોને રસી આપવાની ઝુંબેશ ચાલી રહી છે.તેમ છતાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે તે બાબત ચિંતાજનક બની રહી છે.મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે નેગેટિવ રિપોર્ટના સર્ટિફિકેટ ફરજિયાત બનવાયા છે.

જિલ્લાના કુલ કેસ- 1538
એક્ટિવ કેસો- 120
સાજા થયેલા દર્દી- 1265
મૃત્યુ પામેલા દર્દી- 153

વલસાડ વાપી, પારડી અને ધરમપુરમાં કેસ
વલસાડ તાલુકાના 12 કેસમાં માલવણ કરદીવામાં 22 વર્ષીય યુવક,ફલધરામાં 51 વર્ષીય આધેડ,તિથલ રોડ પર 51 વર્ષીય આધેડ,ખજુરડીમાં 57 વર્ષીય પુરૂષ,રામવાડી 71 વર્ષીય વૃધ્ધા, અતુલ ફસ્ટગેટ 44 વર્ષીય યુવાન,તિથલ રોડ 36 વર્ષીય યુવાન, ઓલગામ 66 વર્ષીય વૃધ્ધા,અબ્રામા 27 વર્ષીય મહિલા, તિથલ રોડ 51 વર્ષીય મહિલા,નનકવાડા 44 વર્ષીય યુવાન,અબ્રામા 50 વર્ષીય મહિલા,પારડીમાં કોલેજ પાસે 28 વર્ષીય યુવાન,વાપીમાં દેસાઇવાડ 24 અને 20 વર્ષીય યુવતીઓ,ચલા 31 વર્ષીય યુવાન અને 75 વર્ષીય વૃધ્ધ,ધરમપુર બામટીમાં 50 વર્ષીય પુરૂષ
દાનહમાં 14 જ્યારે દમણમાં 6 પોઝિટિવ
દાનહમાં શુક્રવારે કોરોના ચેકઅપમાં 306 લોકોના નમૂના લીધા હતા જેમાં 14નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં અહીં 135 કેસ સક્રિય છે. અત્યાર સુધીમાં 1692 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું મોત થયેલુ છે.ત્રણ દર્દી રીકવર થતા રજા આપવામાં આવી છે.બીજી તરફ દમણમાં 6 કેસ પોઝિટિવ આવ્યા હતા જે સાથે અહીં કુલ 53 કેસ સક્રિય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો