વલસાડ જિલ્લાના પારડીના બગવાડા ટોલનાકા પોલીસે બોગસ બિલ્ટીના આધારે દમણથી કન્ટેનરમાં બારડોલી લઇ જવાતો રૂ.12.92 લાખનો દારૂનો જથ્થો જપ્ત કયોઁ હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કયાઁ હતા. કન્ટેનર ચાલકે ભાડા પેટે રૂ.10 હજાર આપવાનું નક્કી કરાયું હતું. દારૂનો જથ્થો દમણથી અજાણ્યા શખ્સ ભરી બારડોલી રવાના કરાયો હતો.
વલસાડ જિલ્લાના પારડી બગવાડા ટોલનાકા નેશનલ હાઇવે નંબર 48 વાપીથી સુરત જતા ટ્રેક ઉપર એક કન્ટેનરમાં દારૂનો જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. સંઘપ્રદેશ દમણથી દારૂનો જથ્થો ભરી લઈ જતા હોવાની બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલનાકા પર વોચ ગોઠવી બાતમી વાળો કન્ટેનર નંબર MH-46-BM-9774ને રોક્યો હતો. જેમાં તપાસ કરતા કુલ 385 પેટીમાં કુલ 16,356 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે ચાલકે બોગસ બિલ્ટી રજૂ કર્યા હતા.
કન્ટેનર ચાલક અશોક દાનબહાદુર યાદવ, રહે મહારાષ્ટ્રની પારડી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો કોને આપવાનો તે બાબતે પૂછતા અજાણ્યો ઈસમ ભાડા પેટે ₹10,000 આપી કન્ટેનરમાં દમણથી દારૂનો જથ્થો ભરાવી બારડોલી સુરત ખાતે આપવા જવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અને 385 પેટીમાં દારૂની કિંમત રૂપિયા 12,92,400, કન્ટેનરની કિંમત રૂપિયા 20 લાખ, મોબાઈલ, રોકડા 10,000 સહિત કુલ 33.07 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અને એક ઈસમની ધરપકડ કરી 2 અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન હેઠળ પારડી પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.