રેલવે યાર્ડમાં રહેતા પશ્ચિમ રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓ સતત કામ કરનારાઓમાં હવે સંક્રમણ થવાની ભીતિ વધી રહી છે.અત્રેના રેલવે હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા માટે આવેલા 84 કર્મચારીના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જેમાંથી 38 કેસ પોઝિટિવ નિકળ્યા હતા.રેલવે હોસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન પોઝિટિવ આવેલાઓમાં આરપીએફ વિભાગ,ગેંગમેન્સ,ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ,એમ્બ્યુલન્સ ડ્રાઇવર,હેલ્પર વિગેરે સ્ટાફના કર્મચારીઓ પોઝિટિવ કેસમાં સપડાયા છે.આ તમામ રેલ કર્મચારીઓના રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટને લઇ રેલવે કર્મચારીઓમાં ભારે ફફટાડ પેસી ગયો હતો.
રેલવે હોસ્પિટલમાં ટેસ્ટમાં 38 જેટલા સાગમટે પોઝિટિવ કેસ નિકળતાં તેમના સંપર્કમાં આવનારાના પણ ટેસ્ટ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.આ મામલે ખુબ કાળજી લેવાની આવશ્યકતા છે.વલસાડ રેલવે યાર્ડ મુંબઇ ડિવિઝનનું સૌથી મોટું કાર્યક્ષેત્ર ધરાવે છે.અહિં લોકોશેડથી લઇ ઇજનેર વિભાગ,ઇલેક્ટ્રિક વિભાગ,લાઇનમેન,કોમર્શિયલ તથા વહીવટી વિભાગ,લાઇન ચેકિંગ સહિતના અનેક વિભાગોમાં મોટી સંખ્યાંમાં કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવે છે.રેલવે યાર્ડમાં લોકોપાયલોટ,ગાર્ડ,ટીસી સહિતના સ્ટાફની પણ મોટી સંખ્યા છે.જેને લઇિ રેલવે કર્મચારીઓમાં સંક્રમણ ન થાય તે માટે રેલવે તંત્રએ સંક્રમણ અટકાવવા વધુ પ્રયાસો કરવા પડશે તેવું રેલ કર્મચારીઓમાં ચર્ચાઇ રહ્યું છે.
આરપીએફ મહિલા કોન્સ્ટેબલ સહિત 6 મહિલા કર્મી સંક્રમિત
વલસાડ રેલવેના એક ડોકટર પણ પોઝિટિવ નિકળ્યા હતા.આ ઉપરાંત આરપીએફના એક મહિલા કોન્સ્ટેબલ સહિત 6 મહિલા કર્મચારી પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.જેને લઇ વલસાડ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓની સંક્રમણથી સુરક્ષા માટે તંત્ર સતર્ક થવું જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.