વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે જ સૌથી વધુ ચૂંટણીના મૂરતિયાં સામે આવ્યા હતા. 14 નવેમ્બરે કુલ 37 ફોર્મ રજૂ કરાયા હતા. જેમાં વલસાડ બેઠક ઉપર 3 ડમી સહિત 9 ઉંમેદવારે ફોર્મ ભરતાં આ બેઠક ઉપર કુલ 10 ઉમેદવારના ફોર્મ ભરાઇ ચૂક્યા છે. સોમવારે કોંગ્રેસે રાબડાના કણબી પાટીદાર યુવાન કમલ પટેલ, આપ પાર્ટીના રાજેેશ પટેલ, સમાજવાદી પાર્ટી, આરએસપી અને 2 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગ માટે ફોર્મ રજૂ કર્યા હતા.
જો કે 17 નવેમ્બરે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિને અંતિમ કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સામે આવશે.ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે ધરમપુર બેઠક માટે 11, વલસાડમાં 9, પારડીમાં 5, કપરાડામાં 3,ઉમરગામમાં 9 ઉમેદવારીપત્રો ભરાયા હતા. ભાજપના ઉમેદવાર ભરતભાઇ પટેલે ગત શુક્રવારે જ ઉમેદવારી નોંંધાવી દીધી હતી. વિધાનસભાની ચૂંટણી માટે 5 નવેમ્બરે ચૂંટણીનો જાહેરનામુ પ્રસિધ્ધ થતાં જ ઉમેદવારી પત્રો સ્વીકારવા માટે જિલ્લા ચૂંટણી વિભાગે કામગીરી શરૂ કરી દીધી હતી.
પરંતું ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામોની જાહેરાતમાં મોડુ થતાં પ્રારંભમાં કોઇ ફોર્મ રજૂ કરાયા ન હતા. જ્યારે ભાજપ મોવડી મંડળે જિલ્લાની પાંચે વિધાન સભા બેઠક ઉપર સીટિંગ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કરી દેવાયા બાદ જિલ્લાની વલસાડ, ઉમરગામ, કપરાડા, પારડી, બેઠક પર ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરી દીધાં છે.
જો કે ધરમપુર બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલે સોમવારે ફોર્મ રજૂ કર્યું હતું. વલસાડ બેઠક ઉપર ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ પટેલ (રાજૂ મરચાં),એ ફોર્મ ભર્યા હતા. આ સાથે સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રિય સમાજ પાર્ટી અને 2 અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ ભર્યા છે. સોમવારે 3 ડમી ઉમેદવાર સહિત કુલ 9 ફોર્મ ભરાયા હતા. જો કે અગાઉ ઉમેદવારી નોંધાવી ચૂકેલા ભાજપના ઉમેદવાર ભરત પટેલ સહિત હવે કુલ 10 ઉમેદવારે ચૂંટણી જંગમાં ઉતરવા ફોર્મ રજૂ કર્યા છે.
છેલ્લા દિવસે કોણે ફોર્મ ભર્યા | |
ઉમેદવારનુ નામ | પક્ષ |
કમલ પટેલ | કોંગ્રેસ |
રાજેશ પટેલ (રાજૂ મરચાં) | આમ આદમી પાર્ટી |
કમલેશ યોગી(વાંકલ) | સમાજવાદી પાર્ટી |
મહેશ આચાર્ય | અપક્ષ |
હેમંકુમાર ટંડેલ (કોસંબા) | અપક્ષ |
રાજેશ ગોહિલ (વાઘલધરા) | ભારતીય રિપબ્લિકન પાર્ટી |
ડમી ઉમેદવારો | |
ગણપત પટેલ (બીનવાડા) | કોંગ્રેસ |
દર્શના કિશોર પટેલ | ભાજપ |
ઉર્વશી પટેલ (વલસાડ) | આપ |
આજે ચકાસણી ગુરૂવારે પરત ખેંચવાની મુદ્દત
ઉમેદવારીપત્રો ભરાવાની 14 નવેમ્બર સોમવારે બપોરે 3.00 કલાકે મુદ્દત પૂરી થઇ જતાં હવે 15 નવેમ્બરે ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાશે.ત્યારબાદ 17 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેેંચવાની મુદ્દત પછી આખરી ચિત્ર સામે આવશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.