વલસાડમાં ઉમેદવારીની મુદત પૂર્ણ:5 વિધાનસભા બેઠક ઉપર આજે 37 અને કુલ 50 ઉમેદવારોએ અલગ અલગ પાર્ટી અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ છે. આજે ઉમેદવારી ફોમ ભરવાના અંતિમ દિવસે વલસાડ જિલ્લાની 5 બેઠકો માટે ઉમેદવારી પાત્રો ભરવાની મેરેથોન દોડ યોજાઈ હતી. જેમાં 5 બેઠકો ઉપર કુલ 37 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે સાથે મળી અત્યાર સુધીમાં 5 વિધાનસભાની 5 બેઠકો ઉપર કુલ 50 ઉમેદવારોએ ઉમેદવારી ફોમ ભર્યા હતા. તમામ ઉમેદવારો તેમના સમર્થકો સાથે ચૂંટણી અધિકારી કચેરીએ આવીને ઉમેદવારી નોંધાવી છે. કેટલાક ટીકીટ ઇચ્છુક ઉમેદવારોએ પક્ષમાંથી ટીકીટ ન મળતા અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ રહેશે. ધરમપુર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉપર પણ સૌની મીટ મંડાયેલી રહેશે.

રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા જ વિધાનસભાની બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવવા પક્ષના કાર્યાલયો ખાતે ટીકીટ ઇચ્છુક ઉમેદવારોની દોડધામ વધી ગઈ હતી. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર અલગ અલગ સમિકારણોને ધ્યાને રાખીને BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે બેઠકોના દોર શરૂ થયા હતા. જેમાં BJPએ વલસાડ જિલ્લાની 5 બેઠકો ઉપર તમામ ધારાસભ્યોને રિપીટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે તમામ નવા ચહેરાઓને ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે. રાજ્યમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની તમામ બેઠકો ઉપર ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ઉપર કુલ 72 ઉમેદવારો ઉમેદવારી ફોમ લઈ ગયા હતા. જે પૈકી ઉમેદવારી ફોમ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોની ફોમ ભરવાની નેરેથોન દોડ વચ્ચે જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી અધિકારી સમક્ષ બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 37 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી હતી. જે મળી અત્યારે સુધીમાં વલસાડ જિલ્લામાંથી કુલ 50 ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે વિવિધ વિસ્તારોમાં સભા કરીને અને ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ધરમપુર બેઠક ઉપર સૌથી વધુ કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કપરાડા બેઠક ઉપર 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ચૂંટણીની ધમાસાન વચ્ચે આગામી દિવસેમાં ધરમપુર બેઠક સહિત જિલ્લાની તમામ બેઠકો ઉપર દેશના રાજકીય પાર્ટીઓની મીટ મંડાયેલી રહેશે. ધરમપુર વિધાનસભા બેઠક ઉપર BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવાર ઘોડિયા સમાજના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આગામી દિવસોમાં ધરમપુર અને ઉમરગામ બેઠક ઉપર એક જ સમાજના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...